Ahmedabad/ ભારત-પાકિસ્તાન મેચમાં મહિલા પોલીસ-પ્રેક્ષક વચ્ચે મારમારી, જુઓ વીડિયો

મહિલા પોલીસ યુવકને કંઈક કહી રહી છે, આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બને છે

Ahmedabad Trending
team India fan fought with the police in India Pakistan match ભારત-પાકિસ્તાન મેચમાં મહિલા પોલીસ-પ્રેક્ષક વચ્ચે મારમારી, જુઓ વીડિયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 12મી મેચ યોજાઇ હતી. આ મેચમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો.

મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ અને પ્રશંસકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસ ઓફિસર અને ફેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. આ સિવાય બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે મહિલા પોલીસ એક યુવકને કંઈક કહી રહી છે. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બને છે અને વાત મારામારી સુધી પહોંચે છે.