Not Set/ ટીમ ઈંન્ડિયાનાં મુખ્ય કોચની પસંદગી થશે આજે, આ સમયે સામે આવશે નામ

ટીમ ઈંન્ડિયાનાં હેડ કોચ માટે આજે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. જણાવી દઇએ કે, કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) શુક્રવારે મુંબઈના બીસીસીઆઈ મુખ્યાલયમાં પુરુષ ટીમના મુખ્ય કોચ પદ માટે ઇન્ટરવ્યૂ લઈ રહી છે. પૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહ પહેલા ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા હતા. રોબિન સિંહ મુંબઈ ઈન્ડિયન્સનાં પૂર્વ કોચ […]

Uncategorized
pjimage 91 ટીમ ઈંન્ડિયાનાં મુખ્ય કોચની પસંદગી થશે આજે, આ સમયે સામે આવશે નામ

ટીમ ઈંન્ડિયાનાં હેડ કોચ માટે આજે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. જણાવી દઇએ કે, કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) શુક્રવારે મુંબઈના બીસીસીઆઈ મુખ્યાલયમાં પુરુષ ટીમના મુખ્ય કોચ પદ માટે ઇન્ટરવ્યૂ લઈ રહી છે. પૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહ પહેલા ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા હતા. રોબિન સિંહ મુંબઈ ઈન્ડિયન્સનાં પૂર્વ કોચ રહી ચુક્યા છે. રોબિન સિંહ સહિતનાં તમામ શોર્ટ લિસ્ટ કરવામા આવેલા લોકોને ત્રણ સભ્યોની પેનલ સમક્ષ હાજર થવાનુ છે.

રોબિન સિંહ પછી ન્યૂઝીલેન્ડનાં પૂર્વ કોચ માઇક હેસન પણ ઇન્ટરવ્યૂ માટે મુંબઇ પહોંચ્યા હતા. વર્લ્ડ કપ 1983 નાં વિજેતા કેપ્ટન કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી આજે સાંજે 7 વાગ્યે નવા કોચની જાહેરાત કરશે. અત્યારે, રવિ શાસ્ત્રીનું નામ ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ બનવાની રેસમાં આગળ ચાલી રહ્યુ છે. જો કે, તેમના છેલ્લા કાર્યકાળમાં, રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત્યા સિવાય કોઇ જ સિદ્ધી મેળવી નથી.

આ દરમિયાન સપોર્ટ સ્ટાફમાં ફેરફારો જોવા મળી શકે છે. રવિ શાસ્ત્રી સિવાય ન્યૂઝીલેન્ડનાં ભૂતપૂર્વ કોચ માઇક હેસન, શ્રીલંકાનાં ભૂતપૂર્વ કોચ ટોમ મૂડી, વેસ્ટ ઈન્ડિઝનાં ભૂતપૂર્વ કોચ ફિલ સિમોન્સ, ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિન સિંહ અને ભારતનાં પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત પણ શામેલ છે. દરમિયાન, બીસીસીઆઈનાં અધિકારીએ કહ્યું છે કે, નવા કોચનો કાર્યકાળ 2020 માં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ સુધીનો રહેશે.

અધિકારીએ કહ્યું કે, ‘મુખ્ય કોચને 2020 માં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ સુધી કાર્યકાળ સોંપવામાં આવશે અને તે પછી ફરી એકવાર કોચની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થશે. સપોર્ટ સ્ટાફને પણ 2020 ટી 20 વર્લ્ડ કપ સુધી સમજૂતી આપવામાં આવશે કારણ કે જ્યારે મોટી ટૂર્નામેન્ટની વાત આવે છે, ત્યારે નિરંતરતા જરૂરી હોય છે. બોર્ડનાં અધિકારીએ માહિતી આપતાં કહ્યું કે, મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા પસંદ કરનાર કોચિંગ સ્ટાફને પણ 2020 નાં ટી-20 વર્લ્ડ કપ સુધી કાર્યકાળ સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.