Not Set/ સેમસંગ દ્વારા Galaxy S10ના ત્રણ મોડલ કરાશે લોન્ચ, સ્માર્ટફોનમાં અપાઈ શકે છે આ ફિચર્સ

દક્ષિણ કોરિયન અગ્રણી સ્માર્ટફોન કંપની સેમસંગ દ્વારા આગામી ફ્લેગશિપ Galaxy S10ના ત્રણ મોડલ આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, મિંગશી કુઓનું આ એનાલિટિક્સ છે અને તેઓ આઇફોન વિશે આગાહી કરે છે અને તેમના મોટાભાગના અનુમાન સચોટ હોય છે. કુઓના જણાવ્યા મુજબ, Galaxy S10ના ત્રણ સ્ક્રીન સાઈઝ સાથે આવશે. જેમાં 5.8 ઇંચ, 6.0 ઇંચ અને 6.4 ઇંચના મોડલ હશે. વધુમાં, તેમણે એમ પણ કહ્યું […]

Tech & Auto
mahi jkk સેમસંગ દ્વારા Galaxy S10ના ત્રણ મોડલ કરાશે લોન્ચ, સ્માર્ટફોનમાં અપાઈ શકે છે આ ફિચર્સ

દક્ષિણ કોરિયન અગ્રણી સ્માર્ટફોન કંપની સેમસંગ દ્વારા આગામી ફ્લેગશિપ Galaxy S10ના ત્રણ મોડલ આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, મિંગશી કુઓનું આ એનાલિટિક્સ છે અને તેઓ આઇફોન વિશે આગાહી કરે છે અને તેમના મોટાભાગના અનુમાન સચોટ હોય છે.

કુઓના જણાવ્યા મુજબ, Galaxy S10ના ત્રણ સ્ક્રીન સાઈઝ સાથે આવશે. જેમાં 5.8 ઇંચ, 6.0 ઇંચ અને 6.4 ઇંચના મોડલ હશે. વધુમાં, તેમણે એમ પણ કહ્યું છે કે, Galaxy S10 Plus ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે, જ્યારે આઈફોન ફરીથી તેની 3D ફેશિયલ  રીકોગ્નિશન લઈને આવશે.

અહેવાલો અનુસાર, ફિંગરપ્રિન્ટ સ્કેનર્સને Galaxy S10માં બદલવામાં આવશે.

તાજેતરમાં એવો એક અહેવાલ મળી રહ્યા છે કે, Galaxy S10માં પાંચ કેમેરા, એટલે કે રિયરમાં ત્રણ કેમેરા અને ફ્રન્ટમાં બે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. જો કે, આ પહેલા હુઆવેએ તેમના સ્માર્ટફોનમાં ટ્રીપલ રીયર કેમેરાનું સેટઅપ આપ્યું છે.

જો કે, એનાલિસ્ટએ એપલ માટે આવા અનુમાન કર્યો છે. તેઓ કહે છે કે, એપલ આ વખતે ત્રણ iPhone લોન્ચ કરશે અને આ ત્રણેય iPhoneXની જેમ દેખાશે. આ જ રિપોર્ટ પર એક સમાચાર આવ્યા હતા કે, કંપની iPhone X પણ બંધ કરી શકે છે, કારણ કે iPhone X ની માંગમાં ઘટાડો થશે જ્યારે બજારમાં ઘણા બધા સ્માર્ટફોન iPhone X જેવા દેખાય છે.