Not Set/ પબજીના દિવાનાઓ માટે આવી ખુશખબર, જોડવામાં આવ્યા આ નવા ફિચર્સ

નવી દિલ્હી, દુનિયાભરમાં પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (PUBG) ગેમ ખુબ ઝડપથી લોકપ્રિય બની રહી છે. સૌપ્રથમ કોમ્પ્યુટરમાં આવ્યા બાદ મોબાઈલ વર્જન આવ્યા બાદ આ ગેમ ભારતમાં પણ ખુબ ઝડપથી આગળ વધી રહી છે. હવે કંપની આ મોબાઈલ ગેમની ચોથી સિઝન લાવવાની તૈયારીમાં છે. આ સાથે જ PUBGમાં કેટલાક નવા ફિચર્સ જોડવામાં આવશે. મળતી માહિતી મુજબ, સ્માર્ટફોન […]

Trending Tech & Auto
pubg xbox one update 2 પબજીના દિવાનાઓ માટે આવી ખુશખબર, જોડવામાં આવ્યા આ નવા ફિચર્સ

નવી દિલ્હી,

દુનિયાભરમાં પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (PUBG) ગેમ ખુબ ઝડપથી લોકપ્રિય બની રહી છે. સૌપ્રથમ કોમ્પ્યુટરમાં આવ્યા બાદ મોબાઈલ વર્જન આવ્યા બાદ આ ગેમ ભારતમાં પણ ખુબ ઝડપથી આગળ વધી રહી છે.

હવે કંપની આ મોબાઈલ ગેમની ચોથી સિઝન લાવવાની તૈયારીમાં છે. આ સાથે જ PUBGમાં કેટલાક નવા ફિચર્સ જોડવામાં આવશે.

Related image

મળતી માહિતી મુજબ, સ્માર્ટફોન યુઝર માટે ૨૦ નવેમ્બર સ્ય્દ્જીમાં પબજીના નવા સિઝન માટે અપડેટ મળશે.

જો કે ગેમના દીવાનો માટે આ ખબર સારી નથી, કારણ કે હવે અપડેટ થયા દરમિયાન ગેમ ઓફલાઈન થશે નહિ.

આ ઉપરાંત લેટેસ્ટ અપડેટ વર્જન PUBGના સિઝન ૩નો સ્કોર અને રેન્કિંગ ગણવામાં આવશે નહિ. આ સાથે જ હવે નવા યુઝરોએ નવી રીતે તૈયારી કરવી પડશે.

Image result for pubg

નવી અપડેટ બાદ આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્ક્વોઈડના કેરેક્ટર્સ હાર્લી કવિન અને જોકર પણ જોવા મળશે. આ ઉપરાંત અસોલ્ટ રાઈફલ M762, નવા બેકપેક્સ, વ્હીકલ્સ અને એરોપ્લેન પણ મળશે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ વખતે એર્કેડમાં હાર્ડકોર મોડ પણ આપવામાં આવશે. પરંતુ આ માત્ર કોમ્પ્યુટર માટે હશે.