Not Set/ Xiaomi દ્વારા ૧૦ GB રેમ સાથે MI Mix ૩ કરાયો લોન્ચ, જાણો, આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

નવી દિલ્હી, સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા પોતાનો નવો એક સ્માર્ટફોન Mi Mix 3ને લોન્ચ કરવામાં આવ્યો છે. Xiaomi દ્વારા આ ખાસ સ્માર્ટફોન બીજિંગની એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપની દ્વારા Palace Museumના સ્પેશિયલ એડિશન પણ રજુ કયું છે. જેમાં ૧૦ GB રેમ અને ૨૫૬ GB સ્ટોરેજ સાથે ખાસ સ્માર્ટફોન રજુ કરાયો […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા પોતાનો નવો એક સ્માર્ટફોન Mi Mix 3ને લોન્ચ કરવામાં આવ્યો છે. Xiaomi દ્વારા આ ખાસ સ્માર્ટફોન બીજિંગની એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કંપની દ્વારા Palace Museumના સ્પેશિયલ એડિશન પણ રજુ કયું છે. જેમાં ૧૦ GB રેમ અને ૨૫૬ GB સ્ટોરેજ સાથે ખાસ સ્માર્ટફોન રજુ કરાયો છે. આ સ્માર્ટફોનની કિંમત ૫૨,૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

tech-xiaomi-mi-mix-3-up-10gb-ram-launch-price-specifications

Mi Mix 3ની વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં મેગ્નેટિક કેમેરો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કંપની દ્વારા આ સ્માર્ટફોનમાં ૬ GB રેમ + ૧૨૮ GB સ્ટોરેજ, ૮ GB રેમ + ૧૨૮ GB સ્ટોરેજ અને ૮ GB રેમ + ૨૫૬ GB સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

Mi Mix 3ની અલગ અલગ સ્માર્ટફોનની કિંમતની વાત કરવામાં આવે તો, ૬ GB રેમ + ૧૨૮ GB સ્ટોરેજની ૩૪,૮૦૦ રૂપિયા, ૮ GB રેમ + ૧૨૮ GB સ્ટોરેજની ૩૭,૯૦૦ રૂપિયા અને ૮ GB રેમ + ૨૫૬ GB સ્ટોરેજની ૪૨,૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

tech-xiaomi-mi-mix-3-up-10gb-ram-launch-price-specifications

કંપની દ્વારા જણાવ્યા મુજબ, ૬ GB અને ૮ GB રેમના વેરિયન્ટનું વેચાણ ચીનમાં ૧ નવેમ્બરથી શરુ કરવામાં આવશે. જો કે ભારત અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ સ્માર્ટફોનના વેચાણને લઈ કોઈ જાણકારી આપવામાં આવી નથી. ગ્રાહકો આ સ્માર્ટફોન ઓનકિક્સ બ્લેક, જેડ ગ્રીન અને સફાયર બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી શકશે.

Xiaomi Mi Mix 3ના ખાસ સ્પેસિફિકેશન

ડ્યુઅલ સિમ સપોર્ટવાળા Xiaomi Mi Mix 3માં એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો બેસ MIUI 10 પર ચાલે છે અને એમાં 19.5:9 રેશિયો સાથે ૬.૪ ઇંચ ૧૦૮૦ X ૨૩૪૦ પિક્સલની ફૂલ HD + OLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

tech-xiaomi-mi-mix-3-up-10gb-ram-launch-price-specifications

આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં ૧૦ GB સુધીની રેમ તેમજ Adreno 630 GPU સાથે સ્નેપડ્રેગન ૮૪૫ પ્રોસેસર અપાયું છે.

Mi Mix 3ના કેમેરાની વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ ને રિયર કેમેરાની જગ્યાએ ડ્યુઅલ કેમેરા સેટઅપ અપાયું છે. જેમાં રિયરમાં બે ૧૨ મેગાપિકસલ કેમેરો આપવામાં આવ્યો છે.

આ કેમેરાના અલગ ફિચર્સમાં ડ્યુઅલ ફ્લેશ, OIS, ઓપ્ટિક ZOOM, AI બેકગ્રાઉન્ડ જૂમ, AI બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ૯૬૦ fps સ્લો મોશન, AI ડિટેકશન તેમજ સ્ટુડિયો આપવામાં આવ્યા છે.

tech-xiaomi-mi-mix-3-up-10gb-ram-launch-price-specifications

આ સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરામાં એક ૨૪ મેગાપિક્સલ કેમેરા અને એક ૨ મેગાપિક્સલ કેમેરો અપાયો છે. ફ્રન્ટ કેમેરામાં AI ફિચર્સ પણ છે. આ ઉપરાંત એમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ૧૦ Wની બેટરી આપવામાં આવી છે.

Mi Mix 3ની કનેક્ટિવિટી અંગે વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ 4G VoLTE, WiFi 802.11ac ડ્યુઅલ બેડ (4×4 MU-MIMO), બ્લુટૂથ v5.0, GPS, NFC અને USB ટાઈપ-C આપવામાં આવ્યું છે.