Not Set/ ટેકનોલોજી/ એમેઝોને ઓનિડાની સાથે લોન્ચ કર્યુ ફાયર ટીવી એડિશન, કિંમત ચોંકાવી શકે છે

ભારતમાં એન્ડ્રોઇડ ટીવીની માંગ સતત વધી રહી છે. આ જોતાં, કંપનીઓ આ સેગમેન્ટમાં પોતાનો વ્યવસાય વિસ્તૃત કરી રહી છે. હવે ઇ-કોમર્સ કંપની એમેઝોને પણ તેના ફાયર ટીવી એડિશન સ્માર્ટ ટેલિવિઝન શરૂ કરવાની જાહેરાત કરી છે અને ઓનિડા સાથે ભાગીદારીમાં પ્રથમ ઓનિડા ફાયર ટીવી એડિશન ટેલિવિઝન સીરીઝ શરૂ કરી છે. કંપનીએ આ સિરીઝને બે સાઇઝનાં વેરિયન્ટમાં […]

Tech & Auto
rsz 1shutterstock 1490174402 ટેકનોલોજી/ એમેઝોને ઓનિડાની સાથે લોન્ચ કર્યુ ફાયર ટીવી એડિશન, કિંમત ચોંકાવી શકે છે

ભારતમાં એન્ડ્રોઇડ ટીવીની માંગ સતત વધી રહી છે. આ જોતાં, કંપનીઓ આ સેગમેન્ટમાં પોતાનો વ્યવસાય વિસ્તૃત કરી રહી છે. હવે ઇ-કોમર્સ કંપની એમેઝોને પણ તેના ફાયર ટીવી એડિશન સ્માર્ટ ટેલિવિઝન શરૂ કરવાની જાહેરાત કરી છે અને ઓનિડા સાથે ભાગીદારીમાં પ્રથમ ઓનિડા ફાયર ટીવી એડિશન ટેલિવિઝન સીરીઝ શરૂ કરી છે.

કંપનીએ આ સિરીઝને બે સાઇઝનાં વેરિયન્ટમાં રજૂ કરી છે. આપને આ એડિશન 32 અને 43 ઇંચની સાઇઝમાં ઉપલબ્ધ થશે. જણાવી દઇએ કે, 20 ડિસેમ્બરથી, આ ટીવીનું વેચાણ એમેઝોન પર શરૂ કરવામાં આવશે. 32 ઇંચનાં વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે અને 43 ઇંચનાં વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે.

ઓનિડા ફાયર ટીવીથી સજ્જ છે. આ એડિશન પોતાના પ્લેટફોર્મ પર સપોર્ટેડ ઘણી સ્ટ્રીમિંગ સેવાઓ, જેમ કે એમેઝોન પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, હોટસ્ટાર અને યુટ્યુબ વગેરે એક્સેસ પ્રદાન કરે છે. સ્માર્ટ ટીવીને ડાયરેક્ટ ઇન્ટરનેટથી કનેક્ટ કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. ઇન્ટરનેટથી કનેક્ટ થયા પછી, તમે ટીવી પર ઘણી એપ્લિકેશનો અને સર્વિસનાં કન્ટેન્ટને સ્ટ્રીમ કરી શકો છો. ફાયર ટીવી પ્લેટફોર્મ એમેઝોન ફાયર ટીવી સ્ટીક 4K જેવા અન્ય ડિવાઇસ જેવું જ છે.

યૂઝર્સને ઓનિડા ફાયર ટીવીની સ્ક્રીન પર તેમના મોબાઇલ ફિક્ચર્સ, વીડિયો અથવા ગેમ્સ પ્રદર્શિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ટેલિવિઝનમાં Wi-Fi બિલ્ટ-ઇન, 3 એચડીએમઆઈ પોર્ટ, 1 યુએસબી પોર્ટ અને 1 ઇયરફોન પોર્ટ આપવામા આવેલ છે, જેથી તમે ટીવીને ડીટીએચ અથવા કેબલ સેટ ટોપ બોક્સથી કનેક્ટ કરી શકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.