ગૂગલે યુઝર્સની આસપાસ ચાલતા ગીતોને ઓળખવા માટે ‘ડિજિટલ આસિસ્ટન્ટ’ નામના ‘Google Assistant’માં એક ફીચર રજુ કરવામાં આવ્યું છે. Google Assistant હવે ઓળખી શકે છે કે તમારા નજીકમાં કયું ગીત ચાલી રહ્યું છે. તમે Google Assistantને તમારા ફોનમાં ગીતની ઓળખ આપવા માટે કહી શકો છો જે તમારા નજીકના બાર, રેસ્ટોરન્ટ અથવા ઘરમાં ચાલી રહ્યું છે. આ સુવિધાને હવે બધા Android ઉપકરણો પર શરૂ કરવામાં આવી રહ્યું છે જે Google Assistant ફીચર થી સક્ષમ રહેશે.
રિપોર્ટ મુજબ મંગળવારે જાણવા મળ્યું હતું કે Google Assistantને ફોન કર્યા પછી તમે “આ કયું ગીત છે?” અથવા “કયુ ગીત ચાલી રહ્યું છે?” એવું પૂછી શકો છો જે સહાયક ગીત, કલાકાર અને ગીતોના નામ સાથે તમારા માટે એક કાર્ડ રજુ કરશે. આ કાર્ડમાં યુ ટ્યુબ, ગૂગલ પ્લે મ્યૂઝિક અને સ્પોટીફાય સ્ટ્રીમિંગ લીન્કસ તેમજ ગૂગલ (Google) પર ગીત શોધવા માટેની લીન્કસ પણ હશે. ગૂગલ પિક્સલ 2 અને પિક્સલ 2 XL ડિવાઇસ તમારા આસપાસના સંગીતને નિષ્ક્રીય રીતે સાંભળી શકે છે અને સ્ક્રીન પરના ગીતને પણ ઓળખી શકે છે.
