દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને ટેકનોલોજી જગતના દિગ્ગજ એવા જેફ બેસોઝની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ટેક દિગ્ગજની ઓફિસમાં એવો બૂલેટપ્રૂફ કાચ લગાવાયો છે જે અસોલ્ટ રાઇફલથી થનાર ગોળીબારની ગોળીને પણ રોકવા માટે સક્ષમ છે. આ સુરક્ષાનો ખર્ચ પણ જંગી જ છે. તેની પાછળ અંદાજિત રૂ.1.25 કરોડનો ખર્ચ કરાયો છે. જેફ બેસોઝની સુરક્ષા પર વાર્ષિક 11.12 કરોડ રૂપિયાનો અધધધ.. ખર્ચ કરાય છે.
ટિમ કૂક
બીજા ટેક સીઇઓની સુરક્ષામાં પણ કોઇ કચાશ રખાતી નથી. એપલના સીઇઓ ટિમ કુકની ખાનગી સુરક્ષા માટે વાર્ષિક રૂ.2.15 કરોડનો ખર્ચ કરાય છે. જ્યારે ઓરેકલે તેના સીઇઓ લૈરી એલિસનની સુરક્ષા માટે 16 લાખ ડોલર ખર્ચ કર્યો છે.
માર્ક ઝકરબર્ગ
ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગની સુરક્ષાનો ખર્ચ પણ 2016 થી ચાર ગણો વધ્યો છે. ગત વર્ષે કંપનીએ તેને સુરક્ષા આપવા માટે 1.39 અરબ રૂપિયા ખર્ચ કર્યો હતો.
નોંધનીય છે કે કેટલાક સમય પહેલા પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે સઉદી અરબે બેઝોસના સ્માર્ટફોનને હેક કરાવ્યો છે અને તેની ખાનગી તસવીરોને એક મીડિયા કંપનીમાં વેચી હતી. સાઉદી પત્રકાર જમાલ ખગોસીની હત્યાથી જોડાયેલી ખબરોને બેઝોસના અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત કરવા બદલ તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરાઇ હતી.
