Not Set/ ટિકટોક યૂઝર્સ માટે ખુશખબર – ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે નવી એપ

ભારતમાં ટિક ટોકના ડાઉનલોડ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં ટિકટોકની પેરેન્ટ કંપની ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ByteDance ની ગણના દુનિયાના સૌથી વધુ વેલ્યુ ધરવતા સ્ટાર્ટઅપમાં થાય છે. આ પહેલા જ કંપનીએ કેટલીક એપ્સ માટે ભારતમાં 100 મિલિયનનું રોકાણ કર્યું હતું. આ એપ્સમાં વિગો, હેલો અને ટિક ટોક સામેલ છે. […]

India Tech & Auto
tiktok 111 ટિકટોક યૂઝર્સ માટે ખુશખબર – ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે નવી એપ

ભારતમાં ટિક ટોકના ડાઉનલોડ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં ટિકટોકની પેરેન્ટ કંપની ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ByteDance ની ગણના દુનિયાના સૌથી વધુ વેલ્યુ ધરવતા સ્ટાર્ટઅપમાં થાય છે. આ પહેલા જ કંપનીએ કેટલીક એપ્સ માટે ભારતમાં 100 મિલિયનનું રોકાણ કર્યું હતું. આ એપ્સમાં વિગો, હેલો અને ટિક ટોક સામેલ છે. ByteDance આગામી મહિનામાં ભારતમાં એક નવી એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

આ વિશે ByteDance ના ઇન્ટરનેશનલ પબ્લિક પોલિસીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક સમયથી તેના કેન્ટેન્ટના સુધારાને લગતી પોલિસીમાં સુધારો કરી રહી છે. ભારતમાં ટિકટોક બેન થવા પર તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું અને આ સમસ્યા હલ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. અમે ભારતમાં આગામી ત્રણ વર્ષમાં 1 અબજ ડોલરનું રોકાણ કરીશું. આ રીતે અમે ભારતીય માર્કેટમાં સ્થાનને મજબૂત બનાવીશું.

નોંધનીય છે કે ભારતમાં ટિકટોકના 130 મિલિયન યૂઝર્સ છે. આ સિવાય કંપની આ વર્ષાન્તે કર્મીઓની સંખ્યા 1000 કરવાનું પણ વિચારી રહી છે. ByteDance ટૂંક સમયમાં ભારતમાં એક વીડિયો શેરિંગ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે આ ટિકટોકનું રિપ્લેસમેન્ટ હશે તે અંગે કોઇ ખુલાસો કરાયો નથી.

નોંધનીય છે કે સરકારના આદેશને કારણે ગૂગલ અને એપલના પ્લેસ્ટોરમાંથી ટિકટોક એપને દૂર કરવામાં આવી છે અને તેના ડાઉનલોડ પર પ્રતિબંધ લદાયો છે.