યૂઝર્સના ચેટના અનુભવને વધુ બહેતર અને રસપ્રદ બનાવવા માટે વોટ્સએપ નિયમિતપણે નવા નવા ફીચર્સ લોન્ચ કરતી હોય છે. તેમાંથી એક ફીચર છે ડાર્ક મોડ. કંપની છેલ્લા કેટલાક સમયથી બેટા એપ પર આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. લોકોને આશા હતી કે કંપની તેના સ્ટેબલ વર્ઝનમાં પણ એડ કરશે. જો કે હવે યૂઝર્સે વોટ્સએપના આ ફીચર માટે વધુ રાહ જોવા પડે તો નવાઇ નહીં.
WABetaInfo ના એક રિપોર્ટ પ્રમાણે એન્ડ્રોઇડના વોટ્સએ બેટા વર્ઝનમાંથી આ સુવિધાને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. કંપનીએ બેટા વર્ઝનમાંથી જ આ ફીચર હટાવી લેતા યૂઝર્સને ઝટકો લાગ્યો છે. કારણ કે યૂઝર્સ લાંબા સમયથી આ ફીચર્સને લઇને ઉત્સુક હતા. વોટ્સએપના આ ફીચર બાદ યૂઝર્સનો ચેટ એક્સિપીરિયન્સ વધુ બહેતર બનવાનો હતો.
ડાર્ક મોડનો ઉપયોગ કરવાથી યૂઝર્સની આંખો પર વધુ ભાર નથી પડતો અને બેકગ્રાઉન્ડ પણ ડાર્ક હોવાથી બેટરીનો વપરાશ પણ ઓછો થાય છે.
હાલમાં ટ્વિટર અને ફેસબૂક જેવી દિગ્ગજ કંપનીઓ તેના યૂઝર્સને આ સુવિધા પૂરી પાડી રહી છે.
ડાર્ક મોડની વાત કરીએ તો વોટ્સએપના ડાર્ક મોડમાં કેટલાક બગ્સ હોવાને કારણે તેને ફિક્સ કરવા માટે કંપનીએ બેટા વર્ઝનમાંથી ડાર્ક મોડને દૂર કર્યો છે.
