Gujarat Weather/ ગુજરાતમાં તાપમાનમાં વધારો, હવામાનમાં પલટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ

જ્યાં તાપમાન સામાન્ય કરતાં 4°C થી 8°C વધુ રહેવાની ધારણા છે.

Top Stories Gujarat
WhatsApp Image 2025 03 07 at 8.20.09 AM ગુજરાતમાં તાપમાનમાં વધારો, હવામાનમાં પલટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ

Gujarat Weather News: ઉત્તર પાકિસ્તાન પર પશ્ચિમી વિક્ષોભ (Western disturbance) અને ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવને કારણે હિમાલયની પર્વતમાળામાં વરસાદ અને હિમવર્ષા થઈ. જેમાં ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ગુજરાતના હવામાન(Weather)માં પલટો આવ્યો છે, છેલ્લા બે દિવસમાં ગરમી બાદ ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેમાં 9-10 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ રહેશે.

અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દબાણના ઢાળને કારણે પવનની ગતિ અચાનક વધી ગઈ. ઉત્તરમાં હવાનું દબાણ વધારે અને દક્ષિણમાં ઓછું હોવા છતાં, રાજ્યમાં પવનની ગતિ વધી છે. જેમાં ખાસ કરીને ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાથી ઠંડીની અસર અનુભવાઈ રહી છે. 13 માર્ચ સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. પવનની ગતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.  દેશના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને રાજસ્થાન, નજીકના વિસ્તારો અને પૂર્વ ભારતમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે, જ્યાં તાપમાન સામાન્ય કરતાં 4°C થી 8°C વધુ રહેવાની ધારણા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડી વિદાય તરફ, ગરમીનું થઈ રહ્યું છે આગમન

આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો

આ પણ વાંચો:ગુજરાતમાં ઘટતો જતો ઠંડીનો પ્રકોપ, જોવા મળી બેવડી ઋતુની અસર