હિંસા/ દિલ્હીમાં શોભાયાત્રા પર થયેલી હિંસા મામલે પોલીસની 10 ટીમ તપાસ કરશે

શનિવારે સાંજે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બદમાશોએ અહીં પથ્થરમારો કર્યા બાદ આગચંપી પણ શરૂ કરી દીધી હતી

Top Stories India
9 16 દિલ્હીમાં શોભાયાત્રા પર થયેલી હિંસા મામલે પોલીસની 10 ટીમ તપાસ કરશે

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં કુશલ સિનેમા પાસે શનિવારે સાંજે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બદમાશોએ અહીં પથ્થરમારો કર્યા બાદ આગચંપી પણ શરૂ કરી દીધી હતી. આ પછી બંને તરફથી સ્થળ પર એકઠા થયેલા લોકોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાક વાહનો અને દુકાનોને પણ આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં બદમાશોમાં તલવારો અને લાકડીઓ પણ વહેંચવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત બંને પક્ષના એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસ માટે દિલ્હી પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર- દીપેન્દ્ર પાઠકે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે વિસ્તારમાં રહ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટના બાદ અનેક પોલીસ સ્ટેશનોમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. આ વિસ્તારમાં ફોર્સ કૂચ કરી રહી છે. પરિસ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. જો કે આ વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ છે. પોલીસે જણાવ્યું કે પથ્થરમારાને રોકવા માટે આવેલા અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સરઘસ કુશલ સિનેમા પાસે પહોંચ્યું તો કેટલાક લોકોએ તેના પર પાછળથી પથ્થરમારો કર્યો. આ પછી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે ઘટનાસ્થળે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો તો તેમના પર પણ બદમાશોએ હુમલો કર્યો.