સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે. પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે પડદા પાછળ વિવાદની શરૂઆત થઇ ગઇ છે, જેની હવે સમગ્ર વિશ્વને જાણ થઇ ગઇ છે. બંને દેશો વચ્ચેનાં સંબંધો ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે અને અલ જઝિરાનાં અહેવાલ મુજબ બંને દેશો વચ્ચેની વાટાઘાટો પણ બંધ થઇ ગઇ છે. બંને દેશો વચ્ચે ફ્લાઇટ સર્વિસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને સાઉદી અરેબિયાએ યુએઈનાં વેપારમાં છૂટ પણ ઘટાડી દીધી છે.

હત્યા કે ષડયંત્ર? / હૈતીનાં રાષ્ટ્રપતિની અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી કરી હત્યા
ઓપેક + ની લડાઇએ ઓઇલ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે અને ન્યુ યોર્કમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં તેજી આવી ગઇ છે, જે છેલ્લા 6 વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે છે. ઓપેક + બેઠકને રદ થયા પછી, એ કહેવુ થોડી ઉતાવળ રહેશે કે શું સોમવારે રદ થયેલી ઓપેક + ની બેઠક પછી સાઉદી અરબ અને યુએઈની લડાઈ મજબૂત બનશે અને તેની અસર ખતરનાક થવાની છે. અલ જઝિરાનાં અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચેનાં યુદ્ધનાં ખૂબ જોખમી પરિણામો આવી શકે છે. અલ જઝિરાએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, બંને દેશો વચ્ચેની લડત સમગ્ર વિશ્વને ખૂબ મોટા સંકટ તરફ દોરી શકે છે. વળી આ લડાઈથી ભારતને પણ મોટો ફટકો પડી શકે તેમ છે. પહેલાથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધુ ભડકો થાય તેવી પૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેનાં વિવાદનું પરિણામ એ આવશે કે ઓગસ્ટમાં મળનારી સપ્લાય પ્રમાણમાં કોઈ વધારો થશે નહીં. ખાસ કરીને યુ.એસ., યુરોપ, ચીન અને ભારતની માંગ વધતા આ બજારને મજબુત બનાવશે.

Interesting / ટોયલેટમાં છુપાયેલા સાપે શખ્સનાં પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો અને પછી…
મધ્ય પૂર્વનાં તેલ ઉત્પાદક દેશોએ સંકેત આપ્યા છે કે ક્રૂડ તેલ તેઓ હવે વેચશે, પછી ભલે તેનું પ્રમાણ ખૂબ ઉંચું હોય કે ઓછું હોય… તેની કિંમત તે જ રીતે નક્કી કરવામાં આવશે જે અત્યાર સુધી કરવામાં આવી છે. ક્રૂડ ઓઇલનાં ભાવમાં વધારાનો અર્થ એ થશે કે તેલનું ઉત્પાદન ઓછું થશે, જ્યારે આ દેશોએ ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો કર્યો તો તેલ ખરીદનારાઓ વધુને વધુ તેલ ખરીદવા માંગશે. સાઉદી અરેબિયાએ તેના પરંપરાગત એશિયન બજાર માટે ઓગસ્ટ મહિના માટે ક્રૂડ તેલનાં ભાવની ઘોષણા કરી છે, તે જોતા કે સાઉદી અરેબિયા ક્રૂડ તેલની સપ્લાય અને માંગમાં સંતુલન લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જો ઓપેક + નાં સભ્ય વિવાદને સમાપ્ત કરવામાં સફળ થાય છે, તો તે અપેક્ષા રાખવી યોગ્ય રહેશે કે ક્રૂડ તેલનાં ભાવમાં વધારો થશે નહીં, પરંતુ જો તેમ નહી થાય તો વિશ્વને ખૂબ મોંઘું ક્રૂડ ઓઈલ ખરીદવા તૈયાર રહેવું પડશે.
