- ચીને એક દાયકા પહેલાં પ્રતિબંધ મૂક્યો
- દુર્ઘટનાના કિસ્સામાં બચવાની ખૂબ ઓછી તક
- 8મી નવેમ્બરે જયપુરથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસમાં આગ
- જુલાઈમાં મહારાષ્ટ્રના બુલઢાણા સમૃદ્ધિ હાઈવે સ્લીપર બસમાં આગ
8મી નવેમ્બરે રાત્રે 8.30 વાગ્યે. જયપુરથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ઝાડસા ફ્લાયઓવર પરથી પસાર થઈ રહી હતી. અચાનક તેમાં આગની જ્વાળાઓ નીકળવા લાગી. બસનો ડ્રાઇવર કૂદીને ફરાર થઈ ગયો. થોડીવારમાં જ 2 મુસાફરો સળગી જતા મોતને ભેટ્યા અને 12 લોકો દાઝી ગયા.
આ વર્ષે જુલાઈમાં મહારાષ્ટ્રના બુલઢાણા સમૃદ્ધિ હાઈવે પર એક સ્લીપર બસમાં આગ લાગી હતી, જેમાં ફસાઈ જતા 25 મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. મુસાફરોને બચવાનો સમય મળ્યો નહીં. એક્સપર્ટ લાંબા સમયથી સ્લીપર બસોને દોડતું કોફિન ગણાવીને પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે.
છેલ્લા 2 વર્ષમાં સ્લીપર બસોની 5 મોટી દુર્ગટનાની વાત કરીએ તો જૂન 2022 માં કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના કમલાપુરા ટાઉન પાસે એક સ્લીપર બસનો અકસ્માત થયો, જેમાં 7 લોકોનાં સળગી જવાથી મોત થયાં હતાં. ત્યાર બાદ ઓક્ટોબર 2022માં યવતમાલથી મુંબઈ જઈ રહેલી સ્લીપર બસ નાસિક પાસે ટ્રેલર સાથે અથડાયા બાદ એમાં આગ લાગી, જેમાં ૧ લોકોનાં મોત થયાં હતાં.
અને ઓક્ટોબર 2022માં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર સ્લીપર બસ ડંપર સાથે અથડાઈ, જેમાં 4 મુસાફરનાં મોત થયાં અને 42 લોકો ઘાયલ થયા હતા. સાથે 1 જુલાઈ 2023 ના રોજ મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ લાઇવે પર મોડી રાત્રે એક સ્લીપર બસ ડિવાઈડર સાથે અથડાતાં આગ લાગી હતી, જેમાં 25 મુસાફરનાં મોત થયાં હતાં. મહારાષ્ટ્રમાં સ્લીપર બસ ડિવાઈડર સાથે અથડાઈ જતા મોટી દુર્ઘટના ઘટી હતી. તેવામાં મૂવિંગ કોફિન્સ સમાન આ બસોને નિષ્ણાતોએ જણાવી છે. આની સાથે નિષ્ણાતોએ જણાવ્યું કે આ પ્રકારની બસોમાં ટ્રાવેલ સ્પેસ ઘણી ઓછી હોય છે. એટલે કે લોકોને પેસેજમાં ચાલવા માટે જગ્યા નથી મળતી. તેની હાઈટ વધારે હોવાથી જો ટર્નિગ સમયે પલટી ખાઈ જાય તો લોકો પોતાના સ્લીપર કોચમાં જ ફસાઈ જાય છે અને બહાર પણ આવી શકતા નથી.
આથી કરીને આવી બસોમાં મુસાફરી જીવલેણ થઈ શકે છે. એટલું જ નહીં ચીનમાં તો છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની બસો સામે પ્રતિબંદ લાદવામાં આવ્યો છે. અને છેલ્લે નવેમ્બર 2023માં જાપુરથી દિલ્હી જઇ રહેલી એક સ્લીપર બસમાં ગુરુગ્રામ પાસે આગ લાગી હતી. દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા અને 2 લોકો દાઝી ગયા હતા.સ્લીપર બસોના વધુ અકસ્માત થવા અને તેના જીવલેણ બનવાનાં બે મુખ્ય કારણો છે – બસની ડિઝાઇન અને રિસ્પોન્સ મિકેનિઝમ
સામાન્ય રીતે 2×1 ભારતીય સ્લીપર કોચમાં 30થી 36 સીટો હોય છે. મલ્ટિ-એક્સલ કોચમાં સીટોની સંખ્યા 36-40ની વચ્ચે હોય છે. તમામ બર્થની લંબાઈ અંદાજે 6 ફૂટ અને પહોળાઈ 2.6 ફૂટ હોય છે. અહીં સુધી તો ઠીક છે. ગેલેરીમાં જગ્યાના અભાવે સમસ્યા ઊભી થાય છે.પર બસોમાં મુસાફરી માટે ખૂબ જ સાંકડી ગેલેરી હોય છે. જ્યાં એક સમયે એક વ્યક્તિ પણ બરાબર ચાલી શકતી નથી. અકસ્માતના કિસ્સામાં એકસાથે ઘણા લોકો માટે ત્યાંથી નીકળવું અશક્ય છે. આનાથી કેઝ્યુલટી વધી જાય છે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે MSRTC બસોનો નવો લુક તૈયાર કરનાર રવિ મહેંદલેના જણાવ્યા અનુસાર, સ્લીપર બસો મુસાફરોને સૂવાની સગવડ આપે છે, પરંતુ તેમાં અવરજવર માટે ખૂબ જ ઓછી જગ્યા હોય છે. જેના કારણે લોકોને અવરજવર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો અકસ્માત થાય તો લોકો ત્યાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતા નથી.
સ્લીપર બસોની ઊંચાઈ પણ એક સમસ્યા છે. સામાન્ય રીતે 8-9 ફૂટ ઊંચી હોય છે. રવિ મહેંદલેના જણાવ્યા અનુસાર જો બસ અચાનક એક તરફ નમી જાય તો મુસાફરો માટે ઈમર્જન્સી બારી કે ગેટ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે.તો બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે કોઈપણ મુસાફરને બહાર કાઢતા પહેલાં તેમને 8-9 ફૂટ સુધી ચઢવું પડે છે. જેના કારણે જાનહાનિ પણ વધી જાય છે.
મોટાભાગની સ્લીપર બસો રાત્રે 300થી 1000 કિમીની મુસાફરી કરે છે. મુસાફરોને સૂવાની સગવડ હોય છે, તેથી લાંબા અંતરના રૂટ પર આવી બસોમાં ડ્રાઇવર થાકી જવાની અને નિદ્રા લેવાની સંભાવના રહે છે. બુલઢાણા સ્લીપર બસ અકસ્માતમાં SP સુનિલ કડાસનેએ કહ્યું હતું કે બસ પરથી કાબૂ ગુમાવતા પહેલાં ડ્રાઇવરને ચક્કર આવ્યાં અથવા ઊંઘી ગયો હશે.
SPના આ નિવેદન બાદ ડ્રાઉજીનેસ એલર્ટ સિસ્ટમની ઉપયોગિતા પર સવાલો ઊઠી રહ્યા છે. ડ્રાઉજીનેસ એલર્ટ સિસ્ટમ ડ્રાઇવરને જ્યારે ઊંઘ આવે ત્યારે ચેતવણી આપે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બસમાં ડ્રાઉજીનેસ એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવી હોત તો બસ ડ્રાઈવર ઊંઘતા સમયે જ જાગી ગયો હોત અને આટલો મોટો અકસ્માત ન થયો હોત.
નિષ્ણાતોના મતે આ સિસ્ટમ સ્ટિયરિંગના વિવિધ ભાગોમાં સ્થાપિત સેન્સર અને ડેશબોર્ડ પરના કેમેરાનો ઉપયોગ કરીને ઊંઘી રહેલા ડ્રાઇવરને ચેતવણી આપે છે. સ્ટિયરિંગ પેટર્ન, લેનમાં વાહનની સ્થિતિ, ડ્રાઈવરની આંખો અને ચહેરા અને પગની હિલચાલનું નિરીક્ષણ કરીને ડ્રાઈવર ઊંઘમાં હોવાનું જાણી શકાય છે.
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ 2018માં 15 રાજ્યોમાં ડ્રાઈવરો પર એક સર્વે કર્યો હતો. સર્વેક્ષણમાં 25% ડ્રાઇવરોએ સ્વીકાર્યું કે તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયા હતા. વૈશ્વિક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે હાઇવે અને ગ્રામીણ રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે ડ્રાઇવરોની ઊંઘવાની સંભાવના વધી જાય છે. ઉપરાંત, તે મધ્યરાત્રિથી સવારે 6 વાગ્યાની વચ્ચે થવાની શક્યતા વધુ છે.
રોડ સેફ્ટી એક્સપર્ટ ભરત ડોગરાના મતે જો કોઈ અકસ્માત થાય તો જાગતા મુસાફરોના પ્રતિભાવ અને સૂતેલા મુસાફરોના પ્રતિભાવમાં ફરક હોય છે. ઘણી વખત પ્રતિક્રિયાની પ્રથમ 2 મિનિટ જીવન અને મૃત્યુ નક્કી કરે છે. બેઠેલો મુસાફર, ભલે સુસ્ત હોય, પણ ઊંઘી રહેલા મુસાફર કરતાં વધુ સારો પ્રતિભાવ આપશે. જો કોઈ વ્યક્તિ ઉપરની બર્થ પર સૂઈ રહી હોય, તો નીકળવાની શક્યતાઓ વધુ ઘટી જાય છે.
ભરત ડોગરાના મતે પશ્ચિમી દેશોમાં સ્લીપર બસોની શરૂઆત થઈ હતી. તેઓ મોટે ભાગે મનોરંજન જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી હતી જેમણે વિવિધ શહેરોમાં સતત પર્ફોર્મન્સ આપવાનું હતું. ધીમે ધીમે ઘણા દેશોમાં તેનો ઉપયોગ સામાન્ય મુસાફરો માટે પણ થવા લાગ્યો. જો કે, તેની સાથે સંકળાયેલાં જોખમોને કારણે મોટાભાગના દેશોએ સ્લીપર બસોને તબક્કાવાર બંધ કરી દીધી છે.
ચીનમાં 2009થી અત્યાર સુધી સ્લીપર બસોને કારણે 13 અકસ્માતો થયા છે. આ દરમિયાન 252 લોકોના મોત થયા છે. 2011માં હેનાન પ્રાંતમાં સ્લીપર બસમાં આગ લાગવાથી 41 લોકોના મોત થયા હતા.આ કારણોસર જુલાઈ 2011માં ચીનના પરિવહન મંત્રાલય અને જાહેર સુરક્ષા મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્લીપર બસ ચલાવતા ડ્રાઈવરોએ સવારના 2થી સવારે 5 વાગ્યા સુધી આરામ કરવો જોઈએ કારણ કે સ્લીપર બસોના મોટાભાગના અકસ્માતો ડ્રાઈવરોના થાક સાથે સંબંધિત હતા.
અત્રે નોંધનીય છે કે ઓગસ્ટ 2012માં ચીનમાં સ્લીપર એક્સિડન્ટ પણ રાત્રે 2.40 વાગ્યે એક્સપ્રેસ વે પર થયો હતો. 28 ઓગસ્ટ 2012ના રોજ ચીનના શાનક્સી પ્રાંતમાં હાઇવે પર મિથેનોલ વહન કરતાં ટેન્કર સાથે સ્લીપર બસ અથડાઈ હતી. બસમાં આગ લાગતા 36 લોકોના મોત થયા હતા.આ પછી ચીનમાં સ્લીપર બસોના નવા રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે જૂની સ્લીપર બસો ચાલુ રહી હતી. એકલા 2012માં સ્લીપર બસો સાથે સંકળાયેલા ઓછામાં ઓછા ત્રણ અકસ્માતો થયા, જેમાં 62 લોકોના મોત થયા અને 67 લોકો ઘાયલ થયા હતા. આ તમામ અકસ્માતો રાત્રીના સમયે થયા હતા.
રવિ મહેંદલેના મતે ભારત અને પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશમાં આટલી સ્લીપર બસો નથી. રવિ કહે છે, ‘સ્લીપર બસોની ડિઝાઈનની ખામીઓને કારણે મેં રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીને ઘણી વખત પત્ર લખીને સ્લીપર બસોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે હજુ સુધી મને કોઈ જવાબ મળ્યો નથી.’
આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો
આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ
આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે
આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી
