Surendranagar News/ સુરેન્દ્રનગરના લખપતમાં ચોરોનો આતંક, છ દિવસમાં પાંચ ઠેકાણે ચોરી

વણા ગામ ખાતે પંચધાતુની મુર્તિની ચોરી

Top Stories Gujarat

Surendranagar News : સુરેન્દ્રનગરના લખતરમાં ચરોનો આતંક વધી ગયો છે. જેમાં તાલુકામાં છ દિવસમાં પાંચ ઠેકાણે ચોરીના હનાવો બનતા ચકચાર મચી ગઈ છે. ચોરેએ વણા ગામ ખાતે પંચ ધાતુની મૂર્તિની ચોરી કરી હતી. આરોપીઓે જૈન દેરાસરમાંથી 620 વર્ષ જૂની મુર્તિની ચોરી કરી હતી.

પ્રાથમિક ચપાસમાં આ ચોરો ફક્ત ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ તાલુકાના વણા ગામ ખાતે આવેલા જૈન દેરાસરની પંચધાતુની મૂર્તિ સાથે ભંડારમાંથી રોકડ રકમની પણ ચોરી કરી હતી. વણા ખાતે જૈન દેરાસર જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. અને તેમાંથી પંચધાતુની મુર્તિ ચોરાઈ જતા શ્રાવકોમાં રોષ ફેલાયો છે. લખતર શહેર તથા ગ્રામ્યમાં મંદિરોમાં ચોરીની આ ઘટનાઓ બની છે.

જેમાં લખતર વાશુકીદાદા મંદિર, હનુમાનજી, કડુ હનુમાનજી મંદિર વગેરે મંદિરોમાં ચોરી થઈ છે. મંદિરોમાં ચોરીના બનાવો બનતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ચોરોએ છ દિવસની અંદર જ પાંચ ઠેકાણે ચોરી કરતા લોકો રોષે ભરાયા છે. તેમણે પોલીસને તાત્કાલિક ચોરોને પકડીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. લખતર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો આવ્યો સામે, રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુથી મોત, જુમાભાઈ મધરા નામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત, યુવાનના મોત બાદ પણ રોગ્ય

આ પણ વાંચો: જામનગર/ એમબીબીએસની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 11 વર્ષની બાળકીનું મોત