Canada News/ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગીની કેનેડા થઇ ધરપકડ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગી ઈન્દરજીત સિંહ ગોસલની કેનેડિયન પોલીસે ધરપકડ કરી છે.

World
terrorist associate arrested in Canada

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગી ઈન્દરજીત સિંહ ગોસલની કેનેડિયન પોલીસે ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, કેનેડિયન પોલીસે તેના સૌથી અગ્રણી સહયોગીઓમાંના એક, ઈન્દ્રજીત સિંહ ગોસાલની ધરપકડ કરી છે. જોકે આ ધરપકડ કયા સંદર્ભમાં કરવામાં આવી તે હજુ સુધી સ્પષ્ટ નથી. નવેમ્બર 2024 માં એક હિન્દુ મંદિરમાં હિંસાના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

ઈંદ્રજીત સિંહ ગોસલ શીખ ફોર જસ્ટિસના આતંકી ગુરપતવંત સિંહ પન્નુનો પર્સનલ સિક્યોરિટી ઓફિસર હતો. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના સખ્ત સંદેશા પછી કેનેડાની માર્ક કાની સરકાર પર ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ કરાયું હતું. એ પછી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગોસાલને SFJ (શીખ ફોર જસ્ટિસ) ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુનો જમણો હાથ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગોસાલ હરદીપ સિંહ નિજ્જર પછી કેનેડામાં SFJના મુખ્ય ફ્રન્ટમેન તરીકે કામ કરતો હતો. જૂન 2023માં કેનેડાના સરીમાં નિજ્જરની હત્યા થઈ હતી. તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકારે આ ઘટનાને ભારત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ધરપકડ કરી
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેનેડામાં ખાલિસ્તાની લોકમત માટે જમીન તૈયાર કરવામાં ઈન્દરજીતની ભૂમિકા હતી. ઈન્દરજીતને પન્નુનો જમણો હાથ માનવામાં આવે છે. એ નોંધવું જોઈએ કે ભારતમાં SFJ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાને લડાકુ વિમાનોનો દ્વારા પોતાના જ નાગરિકો પર ફેંક્યા બોમ્બ

આ પણ વાંચો : Israel News/નેતન્યાહૂએ પેલેસ્ટાઇન પર બ્રિટન અને કેનેડા પર તીર સાધ્યું, કહ્યું- ‘આતંકવાદને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે’

આ પણ વાંચો: America News/અમેરિકામાં ગુજરતી મહિલાની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા