તુર્કીમાં એવિએશન કંપની ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (TUSAS) પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ અંકારા નજીક એક એવિએશન કંપનીના હેડક્વાર્ટરની બહાર થયો હતો. અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
આ હુમલાને લઈને તુર્કીના ગૃહ મંત્રી અલી યેરલિકાયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું – “દુર્ભાગ્યે અમારા સૈનિકો શહીદ થયા અને લોકો ઘાયલ થયા.”
@BREAKING terror attack in Turkey, initial reports of a suicide bomber attacking TUSAS (Turkish Aerospace Industries)numerous dead reported.
Condolences to the families of the dead and wishes for a speedy recovery for the injuredTo @trpresidency when you proudly shelter and… pic.twitter.com/g6wV2ZOFeK
— #EBluemountain1 IL (@EBluemountain1) October 23, 2024
આ હુમલાની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે ટર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (TAI)ના એન્ટ્રી ગેટની સામે ધુમાડાના મોટા વાદળો દેખાઈ રહ્યા છે. તે રાજધાનીથી લગભગ 40 કિમી દૂર સ્થિત છે. સ્થાનિક મીડિયા અનુસાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
Terror attack leaves 'dead and wounded' as gunfire erupts after 'suicide bombing' at Turkish defence company https://t.co/lJ7gAy9QjT pic.twitter.com/TVfcIPGapm
— Daily Mail US (@DailyMail) October 23, 2024
કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલા બાદ ઈમરજન્સી સેવાઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે TUSAS તુર્કીની સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ અને ઉડ્ડયન કંપનીઓમાંથી એક છે. તેણે દેશનું પ્રથમ રાષ્ટ્રીય ફાઇટર એરક્રાફ્ટ KAAN પણ બનાવ્યું છે.
આ પણ વાંચો:તુર્કીમાં ભારતીય રાજદૂતનાં આકસ્મિક નિધનથી મચી ચકચાર
આ પણ વાંચો:તુર્કીએ પાકિસ્તાનને આપ્યું નવું યુદ્ધ જહાજ… જાણો આનાથી પાડોશી દેશને કેટલો ફાયદો થશે?
આ પણ વાંચો:કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપનાર તુર્કીને ભારતે ફટકો આપ્યો, તમામ ઘમંડ દૂર કર્યા
