Terrorism/ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, શોપિયામાં ભાજપ નેતાની હત્યા

સૂત્રો મુજબ, આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. અહીં જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળી મારી હતી, જેથી બંનેને સારવાર માટે………….

Top Stories India Breaking News
Image 2024 05 19T074400.997 જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, શોપિયામાં ભાજપ નેતાની હત્યા

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને શોપિયામાં બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. જેમાં શોપિયાનાં હીરપોરા વિસ્તારમાં ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બીજી બાજુ અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક યુગલને ગોળી મારી દેવામાં આવી છે.

સૂત્રો મુજબ, આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. અહીં જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળી મારી હતી, જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ, પતિ-પત્ની બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ભાજપના નેતા એજાઝ અહેમદની હત્યા

શોપિયાના હીરપોરા વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં ભાજપ નેતા એજાઝ અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આતંકવાદીઓએ ભાજપ નેતા એજાઝ અહેમદને નિશાન બનાવતાં ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરિંગ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રસોઈ બનાવ્યા બાદ વધેલા તેલનું શું કરવું? ICMRએ જણાવ્યું

આ પણ વાંચો: વરસાદ થશે કે નહીં… પહેલાં કેવી રીતે કરાતું હતું અનુમાન?

આ પણ વાંચો: રાતોરાત અબજોપતિ બની ગયો આ ખેડૂત, બંધ ખાતામાં આવ્યા આટલા અબજ રૂપિયા: બેંક કર્મચારીઓ પણ દંગ