જમ્મુ-કાશ્મીર/ આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ, ડ્રોનથી મોકલાયેલો હથિયારોનો જથ્થો ઝડપાયો

. સૈનિકોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, લશ્કર-એ-તૈયબા ટીઆરએફ જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ISISના ઈશારે ડ્રોન દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મોકલવા જઈ રહ્યા છે.

India Uncategorized
jammu

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ વધુ એક સફળતા મળી છે. સૈનિકોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, લશ્કર-એ-તૈયબા ટીઆરએફ જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ISISના ઈશારે ડ્રોન દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મોકલવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: યુક્રેન સંકટ પર PM મોદી આજે કરશે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

મળતી માહિતી મુજબ, આ હથિયારો આરએસ પુરા અરનિયા વિસ્તારમાં મોકલવાના હતા.આ માહિતીના આધારે વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અરનિયાના ટ્રેવા ગામમાંથી ડ્રોન દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોના ત્રણ બોક્સ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બોક્સને રાત્રે ડ્રોન દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં 3 ડિટોનેટર, 3 રિમોટ કંટ્રોલ આઈઈડી, વિસ્ફોટકની 3 બોટલ, કોર્ડટેક્સ વાયરનું 1 બંડલ, 2 ટાઈમર આઈઈડી, 1 પિસ્તોલ, 2 મેગેઝીન, 6 ગ્રેનેડ અને 70 રાઉન્ડનો સમાવેશ થાય છે. મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા બાદ, માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે, અગાઉ ડોડા જિલ્લામાં પણ સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. જેમાં લશ્કર-એ-તૈયબાના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર સીમા બલ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત તપાસ ટીમે, શનિવારે ઠઠરીમાં વાહનોની હાથ ધરાયેલ તપાસ દરમિયાન સજન-બજાર ગામના રહેવાસી આદિલ ઈકબાલ બટ્ટને પકડી લીધો હતો.

આ પણ વાંચો:નવાબ મલિકની ધરપકડ બાદ કેન્દ્ર સરકારનો વિરોધ, મંત્રીઓ ઉતર્યા ધરણા પર

આ પણ વાંચો:બંગાળના રાજ્યપાલ ધનખરે બપોરે 2 વાગ્યે રાજ્ય વિધાનસભાની બેઠક બોલાવી? સ્પીકરે કહ્યું, કોઈ ભૂલ થઈ હશે