Gandhinagar News : રાજ્યમાં પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ એવી ટેટ-1 (Teacher Eligibility Test-1) પરીક્ષાનું પરિણામ (Results) જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાઈ હતી, જેમાં 1 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
પરિણામ (Results)મુજબ કુલ સરેરાશ પાસિંગ માત્ર 12.01 ટકા નોંધાયું છે, જે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.
માધ્યમ પ્રમાણે Results
ગુજરાતી માધ્યમનું પરિણામ (Results)સૌથી વધુ 12.21% રહ્યું
અંગ્રેજી માધ્યમનું પરિણામ 8.90% નોંધાયું
હિન્દી માધ્યમનું પરિણામ સૌથી ઓછું માત્ર 5.57% રહ્યું
શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષાનું સ્તર તર્કશક્તિ અને વિષયજ્ઞાન આધારિત હોવાથી પરિણામ ઓછું આવ્યું હોવાનું અનુમાન છે.
ઉમેદવારોમાં પરિણામ અંગે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા ઉમેદવારોએ પરીક્ષા કઠિન હોવાનું કહ્યું છે, જ્યારે કેટલાકે તૈયારી માટે વધુ માર્ગદર્શન અને સમયની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
પરિણામ જાહેર થતાં હવે ઉમેદવારોની નજર આગામી ભરતી પ્રક્રિયા અને કટઓફ પર ટકેલી છે.
આ પણ વાંચો : જૂન-જુલાઈ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈના રોજ જાહેર કરાશે
આ પણ વાંચો : બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના
આ પણ વાંચો : 10માં અને 12માંની પૂરક પરીક્ષાનું પરિણામ માસાંતે નહીં ઓગસ્ટમાં આવશે
