Entertainment News/ ‘એ મારા માટે…’ પરિણીત ધનુષ સાથેના અફૅરની અફવાઓ વિશે મૃણાલ ઠાકુરે તોડી ચૂપકીદી, સંબંધની સચ્ચાઇ જણાવી

બોલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ધનુષ સાથેની એની રિલેશનશિપની ઉડતી ખબરો વિશે સેવેલું મૌન તોડ્યું છે. એણે પોતાના સંબંધની સચ્ચાઇને જાહેર કરી છે.

Entertainment Trending

Entertainment News: સાઉથના સિનેમાથી લઇને બોલીવુડ સુધીની સફર સફળતાપૂર્વક પાર કરનાર એક્ટ્રેસ મૃણાલ ઠાકુર અને અભિનેતા ધનુષ વિશે છેલ્લા કેટલાય દિવસોથી એવી અફવાઓ ઉડી રહી છે કે, એ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ અંગે ત્યારથી ગુસપુસ શરુ થઇ હતી જ્યારથી, એ બંને ફિલ્મની સ્ક્રિનિંગમાં અને પાર્ટીઓમાં એકસાથે જાહેરમાં દેખાયા હતા. ત્યારબાદ એવા સમાચાર વહેતા થયા કે, અભિનેત્રી ધનુષની બહેનોને પણ ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે. આ ઉપરાંત, અફૅરની અફવાઓએ જોર ત્યારે પકડ્યું જ્યારે એમની દોસ્તી રોમાન્સના રંગે રંગાઇ ગઇ! એવામાં આ અફવાઓ અંગે અભિનેત્રી તરફથી હવે પ્રતિક્રિયા સામે આવી છે. એણે પોતાના ધનુષ સાથેના સંબંધ વિશે ખુલાસો કરતા સત્ય જાહેર કર્યુ છે.

વાસ્તવમાં, મૃણાલ ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં ધનુષ સાથેના અફૅરની અફવાઓ અંગે મૌન તોડીને આ તમામ વાતો ખોટી હોવાનું સ્પષ્ટ કર્યું છે. એના કહેવા મુજબ, ધનુષ એનો એક સારો મિત્ર છે. મૃણાલે ધનુષ સાથેના એના અફૅરની વાતોને બાલિશ ગણાવતા કહ્યું કે, એમાં કોઈ જ સચ્ચાઈ નથી. અભિનેત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ‘સન ઑફ સરદાર 2’ ના પ્રીમિયરમાં ધનુષ એની ગેસ્ટ લિસ્ટમાં સામેલ પણ નહતો. એ તો અજય દેવગણ ના આમંત્રણ પર ફિલ્મ સ્ક્રિનિંગમાં ભાગ લેવા આવ્યો હતો. આ બાબતમાં પોતાની કોઈ પણ ભૂમિકા હોવા અંગે અભિનેત્રીએ સાફ ઈન્કાર કર્યો છે.

તમને જણાવી દઇએ કે મૃણાલ ઠાકુર અને ધનુષના અફૅરની પહેલવહેલી અફવા ત્યારે ઉડી હતી જ્યારે, અભિનેત્રી અને ધનુષ ‘તેરે ઈશ્ક મેં’ ની રૅપ-અપ પાર્ટીમાં એકસાથે દેખાયા હતા. એ પછી અભિનેતા તેની બર્થ-ડે પાર્ટી અને ‘સન ઑફ સરદાર 2’ ફિલ્મની સ્ક્રિનિંગમાં પણ જોવા મળ્યો હતો. એમની એકબીજાના સંગે વિતાવેલી પળોની એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી જે ઘણી ચર્ચાસ્પદ રહી હતી. આ પછી તો એમની વચ્ચે ઈલુ…ઈલુ હોવાની અફવાએ વેગ પકડયો હતો, પણ હવે મૃણાલે આ તમામ વાતો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

ધનુષ ને 18 વર્ષ જૂનો સંબંધ વિખેરાઇ ચૂક્યો છે

હવે જો ધનુષની અંગત જિંદગીની વાત કરીએ તો, એ પરિણીત છે. તેણે પ્રસિદ્ધ અભિનેતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કરેલા છે. વર્ષ 2022માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને વર્ષ 2024માં એમના છૂટાછેડાને કાયદેસરની મંજૂરી મળી ગઇ હતી. આ લગ્નથી દંપતિને લિંગા અને યાત્રા નામના બે બાળકો પણ છે. લગ્ન તૂટ્યા બાદ, આ અભિનેતાનું નામ કોઈ ને કોઈ અભિનેત્રી સાથે જોડાતુ જ રહ્યું છે. મૃણાલ અગાઉ એનું નામ સાઉથની અભિનેત્રી મીના સાગર સાથે જોડાયું હતુ. જો કે હવે, મૃણાલે પોતાની પ્રતિક્રિયા દ્વારા અફૅરની તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અર્ચના પૂરણ સિંહે કપિલ શર્માના બાળપણ અને ગરીબી વિશે વાત કરતા કહ્યુ કે કપિલ ખૂબ ટેલેન્ટેડ છે!

આ પણ વાંચો:ઉર્વશી રૌતેલાએ પોતાને ટ્રોલ કરી, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું થોડી ગરિમા રાખો!

આ પણ વાંચો:અનુપમામાં જોવા મળશે નવો ટ્વીસ્ટ, માતા અને પુત્રી વચ્ચે ફરી થશે ટક્કર!