Not Set/ આરોપી કપિલ ગુર્જરને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને દિલ્હીનાં શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. શનિવારે કપિલ ગુર્જર નામનાં વ્યક્તિએ શાહીન બાગ પર ફાયરિંગ કર્યુ હતુ. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે રવિવારે કપિલ ગુર્જરને દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે આરોપીને બે દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આપને જણાવી દઈએ કે, સુધારેલા […]

Top Stories India
Kapil Gurjar1 આરોપી કપિલ ગુર્જરને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને દિલ્હીનાં શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. શનિવારે કપિલ ગુર્જર નામનાં વ્યક્તિએ શાહીન બાગ પર ફાયરિંગ કર્યુ હતુ. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે રવિવારે કપિલ ગુર્જરને દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે આરોપીને બે દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આપને જણાવી દઈએ કે, સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ એક મહિનાથી પણ વધુ સમયથી શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. શનિવારે સાંજે પાંચ વાગ્યે, કપિલ ગુર્જરે શાહીન બાગમાં ફાયરિંગ કર્યુ હતુ. જો કે આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી નથી. આ અઠવાડિયામાં આ બીજી વાર છે કે સશસ્ત્ર વ્યક્તિ તે સ્થળે પહોંચ્યો છે જ્યાં લગભગ એક મહિનાથી સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર, વ્યક્તિએ સ્ટેજથી આશરે 250 મીટર દૂર પોલીસ બેરીકેડ પાસે ફાયરિંગ કર્યુ હતુ.

કપિલ ગુર્જર ઉત્તર પ્રદેશનાં નોયડામાં દલ્લુપુરા ગામનો રહેવાસી છે. તેના પિતા ગાજે સિંહે કહ્યું હતું કે, હું તેને મળવા જઇશ નહીં. તે (કપિલ) ગયો ત્યારથી કોઈ માહિતી મળી નથી. ગાજે સિંહે કહ્યું કે, મને ગઈકાલે સાંજે ટીવી પરથી તેના વિશેની માહિતી મળી. મને ખબર નથી કેમ તેણે આ પ્રકારનું પગલું ભર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.