મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ
ગોધરાકાંડના પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીને એસ.ઓ.જી. શાખાએ દબોચી લીધો..
ગોધરાકાંડના આરોપ હેઠળ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલ આરોપી કાસીમ અબ્દુલસત્તાર ઉર્ફે કાસીમ બિરયાની પેરોલ જમ્પ કરીને ગોધરામાં છુપાઈને ફરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા એસ.ઓ.જી.શાખાએ પોપટપુરા હાઈવે ઉપર આવેલ એક હોટલમાંથી ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝબ્બે કરવાના હાથ ધરવામાં આવેલ પોલીસ તંત્રના આ વ્યાપક સર્ચ અભિયાન વચ્ચે ગોધરા એસ.ઓ.જી.શાખાના પી.આઈ.
એમ.પી.પંડયાને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરાકાંડના આરોપ હેઠળ સજા ભોગવી રહેલ કાસીમ અબ્દુલસત્તાર ઉર્ફે કાસીમ બિરયાની પેરોલ જમ્પ કરીને લપાતો છુપાતો ફરે છે.આ આરોપી અત્યારે ગોધરા શહેર બહાર આવેલ પોપટપુરા પાસેની સ્ટાર હોટલમાં હાજર હોવાની ખબરો સાથે જ ગોધરા એસ.ઓ.જી. શાખાએ સર્ચ ઓપરેશન હાથ ધરીને આ આરોપીને દબોચી લીધો હતો.
