Not Set/ AIIMS નાં ડાયરેક્ટરની સલાહ, શાળા ખોલવા અંગેે હવે વિચાર કરવો જોઈએ

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર શાંત પડી ગઇ છે. જો કે હજુ પણ સાવચેતી રાખવાની સમયાંતરે સમાહ આપવામા આવી રહી છે.

Top Stories India

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર શાંત પડી ગઇ છે. જો કે હજુ પણ સાવચેતી રાખવાની સમયાંતરે સમાહ આપવામા આવી રહી છે. વળી દેશમાં જે રીતે કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી છે, જે એક ચેતવણીરૂપ પણ છે. આવી સ્થિતિમાં, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો બીમાર થવાની સંભાવના છે, તે દરમ્યાન એઈમ્સનાં ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ એક મોટુ નિવેદન આપ્યુ છે.

બ્રેકીંગન્યૂઝ / શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે, રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી

આપને જણાવી દઇએ કે, દેશમાં 40 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી ચુકી છે. ત્યારે હવે કોરોનાવાયરસને હરાવવા માટે લોકોમાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ એક્ટિવ થઇ ગઇ છે. જો કે આ ઉપરાંત પણ લોકોને સાવધાની રાખવાની સલાહ સમયાંતરે આપવામાં આવી રહી છે. આ વચ્ચે AIIMS નાં ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, સરકારે શાળાઓ ખોલવાનું વિચારવું જોઇએ. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે શાળાઓ ફરીથી ખોલવા પર સહમતિ થવી જોઈએ. ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે, શાળા શરૂ થવાને કારણે, માત્ર આપણા બાળકોને સામાન્ય જીવન જ નહીં, પરંતુ એક બાળકનાં સર્વાંગી વિકાસમાં શાળા શિક્ષણનું મહત્વ પણ ઘણું મહત્ત્વનું છે. તેમણે વધુમાં કહ્યું કે, બાળકો માટે ઓનલાઇન ક્લાસ કરતાં વધુ શાળાએ જવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોનાથી સંક્રમિત બાળકોનાં કેસો ખૂબ ઓછા છે.

Pegasus Spyware / ભાજપે હવે તેનું નામ ભારતીય જાસૂસી પાર્ટી રાખવું જોઈએઃ રણદીપ સુરજેવાલા

AIIMS ડાયરેક્ટરે કહ્યું કે, જે બાળકો કોરોનાનો શિકાર બની રહ્યા છે તેમની મજબૂત ઇમ્યુનિટીનાં કારણે, તેઓ જલ્દીથી પોતાનો ઇલાજ કરી શકવામાં સક્ષમ છે, આ વાતનો સીરો સર્વેમાં ખુલાસો થયો છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીની શરૂઆતથી, દેશમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, એકવાર શાળાઓ ખોલવાનો વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છેે કે, છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે. વળી મોતનો આંક પણ હવે ઘટી રહ્યો છે. ત્યારે હવે જાણકારો કહે છે કે, જો હવે ભારત આવતા 100 થી 150 દિવસોમાં સાવચેતી રાખશે તો કોરોના સામેની લડતમાં ભારત જીત તરફ અગ્રેસર બની શકે છે.