Surat News/ સુરત મ્યુનિ.ના કોર્પોરેટર બે કરોડનો હપ્તા માંગતા પકડાયાનો આરોપ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) કોર્પોરેટર (Corporator) દારૂની દુકાનો અને જુગારીઓ પાસેથી પૈસા પડાવતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારના શરદ પાટીલ (Sharad Patil) નામના ભાજપના કાઉન્સિલરે મહિલા બૂટલેગર (Bootleggar) પાસે રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થયો છે

Gujarat Surat Breaking News

Surat News: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) કોર્પોરેટર (Corporator) દારૂની દુકાનો અને જુગારીઓ પાસેથી પૈસા પડાવતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારના શરદ પાટીલ (Sharad Patil) નામના ભાજપના કાઉન્સિલરે મહિલા બૂટલેગર (Bootleggar) પાસે રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થયો છે ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે કાઉન્સિલર પૈસા લેવા માટે દારૂની હેરાફેરી કરનાર પાસે ગયો હતો. મંતવ્ય ન્યૂઝ આ વાઇરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

ભારતીય જનતા પાર્ટીના નગરસેવક શરદ પાટીલ પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના ઠેકાણાઓમાંથી હપ્તા વસૂલતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે ભૂષણ પાટીલને દારૂની દુકાનો પર હપ્તો લેવા માટે તેની સાથે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે આરોપ છે કે દારૂ વેચતી મહિલાને આ નગરસેવક અને તેના સાગરિત દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો.

વારંવાર પૈસા માંગવાથી કંટાળીને મહિલા બૂટલગરે કોર્પોરેટર અને તેના સાગરિતને બરાબરનો મેથીપાક આપ્યો હતો.

ખોટા આક્ષેપો-કાઉન્સિલર

ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે જણાવ્યું હતું કે આજે મળનારી સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં કામો પાસ કરવામાં આવ્યા છે.

આ માટે હું સ્થાનિક લોકોને મળવા ગયો હતો. દરમિયાન, મને ફરિયાદ મળી હતી કે કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. પછી મેં મારા કાર્યકરોને કહ્યું કે તેઓને આ રીતે દબાણ ન કરવા સમજાવો. પછી હું ત્યાં પહોંચ્યો. દરમિયાન આ ઘટના બની છે. અન્ય તમામ આક્ષેપો મનઘડત છે.

તેમણે જણાવ્યું હતું કે મહિલા બૂટલેગર મને બદનામ કરે છે. હીરાનગરમાં રોડનું કામ મંજૂર થતાં તે જોવા ગયો હતો. સ્થાનિકોએ બૂટલેગરના દબાણ અંગે રજૂઆત કરી હતી. મહિલા બૂટલેગરને દબાણ દૂર કરવા માટે કહ્યું હતું. તેણે ઝગડો કરી વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. વિડીયો વાઇરલ કરી બે કરોડનો હપ્તો માંગ્યાનો આરોપ મૂકયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત લાંચ કાંડમાં કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ

આ પણ વાંચો: સુરતના ભૂતપૂર્વ મેયરનો પક્ષની જ મહિલા કોર્પોરેટર પર લાંચનો આરોપ

આ પણ વાંચો: સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો