PM Modi/ સરદાર જયંતીના દિવસે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની ‘અમૃત કળશ યાત્રા’નું થશે સમાપન

પીએમ મોદીએ દેશના દરેક ગામ અને દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાની અપીલ કરી હતી. ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં દેશના ગામડા અને શહેરી વિસ્તારોમાંથી માટી અને ચોખાના દાણા એકત્ર કરવામાં આવ્યા હતા.

Top Stories India
YouTube Thumbnail 2 9 સરદાર જયંતીના દિવસે 'મેરી માટી મેરા દેશ' અભિયાનની 'અમૃત કળશ યાત્રા'નું થશે સમાપન

દેશભરમાં આજે સરદાર જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે દિલ્હીમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની ‘અમૃત કળશ યાત્રા’નું સમાપન થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની ‘અમૃત કલશ યાત્રા’ના સમાપન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લેશે. અને આ કાર્યક્રમમાં તેઓ અમૃત વાટિકા અને અમૃત મહોત્સવ મેમોરિયલનો શિલાન્યાસ કરશે.

દિલ્હીમાં આજે અભિયાનની ‘અમૃત કલશ યાત્રા’ને લઈને જોરદાર તૈયારીઓ થઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે કર્તવ્ય પથ ખાતે ‘અમૃત કલશ યાત્રા’નું સમાપન થશે. આ કાર્યક્રમ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના સમાપન સમારોહ તરીકે પણ કામ કરશે. આ કાર્યક્રમમાં 766 જિલ્લાના 7,000 ખંડમાંથી અમૃત કળશ યાત્રીઓ હાજરી આપશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજારથી વધુ પ્રતિનિધિઓ 8000થી વધુ અમૃત કલશ સાથે દિલ્હીમાં હશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી હજારો અમૃત કલશ યાત્રામાં ભાગ લેનાર દેશના વિવિધ ભાગોમાંથી આવેલા યાત્રીઓને સંબોધિત કરશે.

પીએમઓ કાર્યાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભારતના યુવાનોને સશક્તિકરણ અને સેવા આપવા માટે વડાપ્રધાન મોદી દ્વારા ‘મેરા યુવા ભારત (MY ભારત)’ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં પીએમ મોદીએ દેશના દરેક ગામ અને દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાની અપીલ કરી હતી. ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં દેશના ગામડા અને શહેરી વિસ્તારોમાંથી માટી અને ચોખાના દાણા એકત્ર કરવામાં આવ્યા હતા. અને એકત્ર કરાયેલ આ જ માટીમાંથી દિલ્હીમાં ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે. આ સાથે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલ આઝાદીના અમૃત મહોત્સવનું પણ સમાપન થશે.

આજે સાંજે દિલ્હી કર્તવ્ય પથ ખાતે ‘અમૃત કલશ યાત્રા’નું સમાપન કાર્યક્રમમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. આ કાર્યક્રમમાં આઝાદી અપાવનાર શહીદ અને વીરોને યાદ કરતા મોડી સાંજ સુધી આ કાર્યક્રમા ચાલશે. દેશના લોકોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો ઉદેશ્ય સાથે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન શરૂ કરાયું.


whatsapp ad White Font big size 2 4 સરદાર જયંતીના દિવસે 'મેરી માટી મેરા દેશ' અભિયાનની 'અમૃત કળશ યાત્રા'નું થશે સમાપન


આ પણ વાંચો : Gujarat Forest Department/ દિવાળીમાં ગીરના ‘સિંહ’ જોવા થશે ભારે ધસારો, ગેરકાયદેસર ‘દર્શન રોકવા’ વનવિભાગની ઝુંબેશ

આ પણ વાંચો :  Phone Hacking/ વિપક્ષી નેતાઓના ફોન હેકના દાવા પર ભાજપે કહ્યું-‘જાઓ FIR નોંધાવો’

આ પણ વાંચો : Maratha Reservation/ મરાઠા અનામતની આગ બીજા આઠ જિલ્લામાં ફેલાઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે જામ