- રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 22 ટકા
- ગત વર્ષે 18 જુલાઇની સ્થિતિએ સરેરાશ વરસાદ 36 ટકા
- 18 જુલાઇની સ્થિતિએ વરસાદની ઘટ 14 ટકા
- વરસાદની ઘટના પગલે જળાશોયમાં પાણીનો જથ્થો ઘટ્યો
- રાજ્યમાં ગતવર્ષની તુલનાએ વાવેતરવિસ્તાર ઘટ્યો
- ગત વર્ષે 18 જુલાઇની સ્થિતિએ 48.71 લાખ હેક્ટર વાવેતરવિસ્તાર
- આ વર્ષે 18 જુલાઇની સ્થિતિએ 46.80 લાખ હેક્ટર વાવેતરવિસ્તાર
- એકંદરે 1.91 લાખ હેક્ટર વાવેતરવિસ્તારમાં ઘટાડો
- કુલ વાવેતરવિસ્તારના 55 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર
ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 18 જુલાઇની સ્થિતિએ માત્ર 7.50 ઇઁચ થયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં 14 ટકા ઘટ જણાઇ છે. તો 1,91 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
સર્જાશે નવો ઈતિહાસ / દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ આજે કરશે સ્પેસ યાત્રા, જાણો કેવી હશે સફર
ગુજરાતમાં ચોમાસાની મોસમમાં 30 વર્ષની તુલનાએ 34 ઇંચ વરસાદ થાય તો સારા વરસાદથી ફાયદો થઇ શકે છે. ચોમાસનો સત્તાવાર પ્રારંભ થયા બાદ તારીખ-18-જુલાઇની સ્થિતિએ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ માત્ર સાડાસાત ઇંચ થયો છે. જે સરેરાશ દ્રષ્ટિએ 22 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18-જુલાઇની સ્થિતિએ વરસાદ 36 ટકા થયો હતો. પરિણામે આ વર્ષે ચોમાસામાં વરસાદની 14 ટકા ઘટ વર્તાઇ છે. વરસાદના પ્રમાણમાં વાવેતર જોઇએ તો વાવેતર પણ ઘટવા પામ્યું છે. ગત વર્ષની તુલનામાં રાજ્યના વાવેતરવિસ્તારમાં 1.91 લાખ હેક્ટર વાવેતરવિસ્તાર ઘટ્યો છે. પરિણામે ખરીફ પાકના ઉત્પાદન પર ઘટાડો થવાની સંભાવના પ્રબળ બની છે.
18 જુલાઇની સ્થિતિએ વાવેતર
પાક – વાવેતર
સરેરાશ – વર્ષ-2020 – વર્ષ -2021 – ટકા
(લાખ હેક્ટર) (લાખ હેક્ટર) – (લાખ હેક્ટર) વાવેતર
-ધાન્ય – 13.55 – 3.60 3.58 26
-કઠોળ – 4.30 – 1.47 2.28 53
-મગફળી – 16.95 – 18.27 15.20 91
-કપાસ – 25.53 – 18.25 18.47 72
કોરોના પ્રતિબંધો / આસામના પાંચ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન,ગુજરાતમાં વોટર પાર્ક-સ્વિમિંગ પુલ ખુલશે,જાણો અન્ય રાજ્યો વિશે
ખરીફ પાકની દ્રષ્ટિએ જોતાં મગફળી અને કપાસનો વાવેતરવિસ્તાર વધતાં પાકનું ઉત્પાદન વધશે. જ્યારે અન્ય ખરીફ પાકમાં વાવેતર વિસ્તારમાં ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી છે.
