Viral Video/ અડધી રાત્રે હોટલમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી, Video

આ વીડિયોમાં સ્મિથ અડધી રાત્રે જાગીને હોટલનાં રૂમમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. પેટ કમિન્સની જગ્યાએ બીજી ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સ્મિથની પત્ની ડેનિસ વિલિસે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Sports
સ્ટીવ સ્મિથ

દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કહેર વચ્ચે ક્રિકેટ જગતને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં એશિઝ સીરીઝ ચાલી રહી છે. જેમા પોતાની ટીમને જીત અપવવામાં ઓસ્ટ્રેલિયન ટીમનાં બીજી ટેસ્ટનાં કેપ્ટન સ્ટીવ સ્મિથનો એક વીડિયો એવો સામે આવ્યો છે કે જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – Cricket / ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે આ ટીમનો અમેરિકા અને કેરેબિયન પ્રવાસ પર ખતરો

આપને જણાવી દઇએ કે, પાંચ મેચોની એશિઝ સીરીઝ 2021-22ની બીજી ટેસ્ટ મેચનો આજે (રવિવાર) ચોથો દિવસ છે. ઈંગ્લેન્ડ અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ એડિલેડનાં ઓવલમાં ડે-નાઈટ તરીકે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે 473 રન પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી, જ્યારે ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મેચનાં ચોથા દિવસની શરૂઆત પહેલા બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહેલા સ્ટીવ સ્મિથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્મિથ અડધી રાત્રે જાગીને હોટલનાં રૂમમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. પેટ કમિન્સની જગ્યાએ બીજી ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સ્મિથની પત્ની ડેનિસ વિલિસે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં સ્મિથ રાત્રે એક વાગ્યે હોટલનાં રૂમમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન તે પોતાના નવા બેટને પણ ચેક કરી રહ્યો છે. ડેનિયલ વિલિસે વીડિયો સાથેનાં કેપ્શનમાં લખ્યું, ‘સ્ટીવ તેના નવા બેટને ચેક કરી રહ્યો છે.’ તેની આ પોસ્ટ પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, ‘તે એક મહાન ખેલાડીનો જુસ્સો દર્શાવે છે.’

આ પણ વાંચો – BWF World Championships 2021 / કિદામ્બી શ્રીકાંતે ભારતના જ લક્ષ્ય સેનને સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ

સ્મિથે પ્રથમ ઇનિંગમાં 93 રન બનાવ્યા હતા અને તેના પ્રદર્શનનાં આધારે તેણે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ વોનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા ઓસ્ટ્રેલિયન કેપ્ટનોની યાદીમાં સ્મિથ ટોપ 5માં પહોંચી ગયો છે. બીજી ઇનિંગ પહેલા સ્મિથે હવે કેપ્ટન તરીકે 3752 રન બનાવ્યા છે અને તેણે આ મામલે સ્ટીવ વોને પાછળ છોડી દીધા છે. સ્મિથે કેપ્ટન તરીકે 35 ટેસ્ટ મેચમાં આ રન બનાવ્યા છે. સ્ટીવ વોએ ટેસ્ટ કેપ્ટન તરીકે 3714 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથની નજર હવે બીજી ઈનિંગમાં માઈકલ ક્લાર્કનો રેકોર્ડ તોડવા પર રહેશે, જેમના નામે ટેસ્ટ કેપ્ટન તરીકે 3946 રન છે અને તે આ મામલે ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટેસ્ટ કેપ્ટનોની યાદીમાં એલન બોર્ડર 6623 રન સાથે નંબર વન પર છે. તેના પછી રિકી પોન્ટિંગ 6542 રન સાથે બીજા ક્રમે છે. વળી, ગ્રેગ ચેપલ યાદીમાં ત્રીજા નંબર પર છે, જેમના નામે 4209 રન છે.