Ashes series/ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ત્રીજી ODI મેચમાં જીત મેળવી એશિઝ સીરીઝ કરી નામે

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે સતત ત્રીજી ODI મેચમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે અને આ સાથે તેણે એશિઝ શ્રેણી 3-0થી જીતી લીધી છે. પહેલા રમતા ઈંગ્લેન્ડની મહિલા ટીમે 49.3 ઓવરમાં 163 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 36.2 ઓવરમાં આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો.

Sports

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે સતત ત્રીજી ODI મેચમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે અને આ સાથે તેણે એશિઝ શ્રેણી 3-0થી જીતી લીધી છે. પહેલા રમતા ઈંગ્લેન્ડની મહિલા ટીમે 49.3 ઓવરમાં 163 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 36.2 ઓવરમાં આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. એનાબેલ સધરલેન્ડને પ્લેયર ઓફ ધ મેચ અને તાહિલા મેકગ્રાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Cricket / વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં હેડ કોચની કરાઇ નિમણૂક

ઈંગ્લેન્ડની મહિલા ટીમની કેપ્ટન હીથર નાઈટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે યોગ્ય સાબિત થયો ન હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમને પહેલો ફટકો 2 રન પર અને બીજો 19 રનનાં સ્કોર પર લાગ્યો હતો. ત્યાર બાદ ટેમી બ્યુમોન્ટ અને નતાલી સીવરે ત્રીજી વિકેટ માટે 88 રનની જબરદસ્ત ભાગીદારી નોંધાવી હતી. ટેમી બ્યુમોન્ટે 50 અને નતાલી સીવરે 46 રન બનાવ્યા હતા. જો કે ત્યારપછીનાં બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા અને આ જ કારણ હતું કે ઈંગ્લિશ ટીમ માત્ર 163 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે 4 વિકેટ ઝડપી હતી.

https://twitter.com/AusWomenCricket/status/1490931915188146183?s=20&t=tZWnz-9EakN8Rdss-T87kw

આ પણ વાંચો – PSL 2022 / આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. એલિસી હીલી અને રસેલ હેન્સની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 15.6 ઓવરમાં 74 રનની જોરદાર ભાગીદારી નોંધાવી હતી. એલિસી હીલીએ 42 અને રસેલ હેન્સે 31 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 74નાં સ્કોર પર આ બંને બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, આ પછી કેપ્ટન મેગ લેનિંગ અને એલિસ પેરીએ ત્રીજી વિકેટ માટે અણનમ 90 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. મેગ લેનિંગ 57 અને એલિસ પેરી 31 રને અણનમ રહ્યા હતા.