Not Set/ ચોક્કસ સમુદાયને ધ્યાનમાં રાખીને ભાજપે વસ્તી નિયંત્રણનો મુદ્દો ઉઠાવ્યો છે : કોંગ્રેસ નેતા શશિ થરૂર

થરૂરે આ નિવેદન એવા સમયે આપ્યો છે કે  જ્યારે ઉત્તરપ્રદેશે વસ્તી નિયંત્રણનો મુસદ્દો જાહેર કર્યો છે અને આસામ સરકારે પણ આ દિશામાં કામ શરૂ કર્યું છે

Top Stories
shashi ચોક્કસ સમુદાયને ધ્યાનમાં રાખીને ભાજપે વસ્તી નિયંત્રણનો મુદ્દો ઉઠાવ્યો છે : કોંગ્રેસ નેતા શશિ થરૂર

કેટલાક રાજ્યોમાં કે જ્યાં  ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં  વસ્તીવધારા નિયંત્રણ માટે જે નીત્તિઓ બનાવવામાં આવી રહી છે તે એક ખાસ સમુદાયને ટાર્ગેટ કરવાનો તેમનો પ્રયત્ન છે અ ભાજપ તેના રાજનીતિક ફાયદા માટે આ મુદ્દાઓ ઉઠાવી રહી છે તેવું નિવેદન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આપ્યું છે.

તિરુવનંતપુરમના લોકસભા સાંસદે કહ્યું, તે સંયોગ નથી કે જે ત્રણ રાજ્યોની સરકારો વસ્તી ઘટાડવાની વાત કરી રહી છે તે યુપી, આસામ અને લક્ષદ્વીપ છે, જ્યાં દરેક જાણે છે કે તેમના અપેક્ષિત પ્રેક્ષકો કોણ છે. અને એક સવાલના જવાબમાં આસામમાં વસ્તી નિયંત્રણ અભિયાન, થરૂરે કહ્યું, હિન્દુત્વ દળોએ ખરેખર વસ્તી વિષયક વિષયનો અભ્યાસ કર્યો નથી. તેના ઇરાદા શુદ્ધ રાજકીય અને સાંપ્રદાયિક છે.

થરૂરે આ નિવેદન એવા સમયે આપ્યો છે કે  જ્યારે ઉત્તરપ્રદેશે વસ્તી નિયંત્રણનો મુસદ્દો જાહેર કર્યો છે અને આસામ સરકારે પણ આ દિશામાં કામ શરૂ કર્યું છે. બંને રાજ્યોમાં ભાજપ સરકાર છે. યુપીના ડ્રાફ્ટ બિલમાં જણાવાયું છે કે બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત રાખવામાં આવશે, જ્યારે બે વસ્તીની નીતિનું પાલન કરનારાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવવા માટે ભાજપ વસ્તીનો મુદ્દો ઉઠાવી રહી છે