સોશિયલ મીડિયા ફેમ હિમાંશીની ડેડબોડી શનિવારે દિલ્હીના કાશ્મીર ગેટ પાસે યમુદા નદીમાંથી મળી હતી. પરિવારે હિમાંશીને 24 જુનની રાત્રથી ગુમ થયા અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ હિમાંશીને શોધવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે હિમાંશીનો મૃતદેહ યમુના નદીમાંથી બે દિવસ પછી મળ્યો.
મળતી માહિતી અનુસાર, 24 જૂને હિમાંશીના ગુમ થયા અંગે બુરાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે હિમાંશી સવારે બુરાડીના સંતનગરમાં તેના ઘરેથી નીકળી હતી. પરંતુ મોડી રાત સુધી તે ઘરે પરત ફરી ન હતી. આ દરમિયાન તેનો ફોન પણ બંધ હતો.
આ પણ વાંચો :PM મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ મિલ્ખા સિંહને યાદ કરતા કહ્યું – કોરોનાએ છીનવી લીધા..
તપાસ દરમિયાન પોલીસને હિમાંશીનું લાસ્ટ લોકેશન બુરાડી પાસે જ મળી આવ્યું હતું. તપાસમાં પોલીસને કેટલાક સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે જેમાં હિમાંશી સિગ્નેચર બ્રિજ તરફ જતી દેખાઈ હતી.
પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં હિમાંશીએ 24 જૂનના રોજ બપોરના સમયે યમુનામાં છલાંગ લગાવી હોવાનું અનુમાન છે. ત્યાર બાદ શનિવારે તેની લાશ કશ્મીરી ગેટ પાસેથી મળી આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે હિમાંશીના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નહોતા.
આ પણ વાંચો :આજથી ત્રણ દિવસીય લદ્દાખનાં પ્રવાસે રાજનાથ સિંહ, સીમા પરની તૈયારીઓનું કરશે નિરીક્ષણ
આ પણ વાંચો : જમ્મુ એરપોર્ટ પર થયા બે વિસ્ફોટ, ષડયંત્રમાં કરવામાં આવ્યો હતો ડ્રોનનો ઉપયોગ
હત્યા કે આત્મહત્યા?
પોલીસે લાશને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે હિમાંશીએ આત્મહત્યા કરી છે તો કેમ? અથવા કોઈએ તેની હત્યા કરી હતી.
આ પણ વાંચો :સરકારે મે માં આપ્યું હતું 216 કરોડ ડોઝનું વચન, હવે કહ્યું – 135 કરોડ ડોઝ મળશે
