OMG!/ લગ્ન માં દુલ્હને કરાવ્યુ મુંડન, કારણ જાણો એવું તો શું છે

સોશિયલ  મીડિયા પર  દરરોજ  નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે . તેમાં  કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઇને લોકો ચોકી ઉઠે છે તો કેટલાક વીડિયો એવા હોય છે જે  લોકોને ખુશ કરી નાખે છે. વળી કેટલાક વીડિયો તો લોકોની આંખો પણ ભીની કરી નાખે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ […]

Ajab Gajab News

સોશિયલ  મીડિયા પર  દરરોજ  નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે . તેમાં  કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઇને લોકો ચોકી ઉઠે છે તો કેટલાક વીડિયો એવા હોય છે જે  લોકોને ખુશ કરી નાખે છે. વળી કેટલાક વીડિયો તો લોકોની આંખો પણ ભીની કરી નાખે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો ભાવુક થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે. અહી દુલ્હન અને વરરાજાએ બધા મહેમાનોની સામે અચાનક પોતાનું મુંડન કરાવી દીધુ છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયોની ખૂબ ચર્ચા થઇ રહી છે. તેમનું આ કરવા પાછળનું કારણ જાણીને સૌ કોઇની આંખો નમ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, દુલ્હનની માતા કેન્સર સામે જજૂમી રહી છે અને તેને સપોર્ટ કરવા માટે બંનેએ મુંડન કરાવવાનો નિર્ણય લીધો. ઓ

વાયરલ વીડિયોની શરૂઆત દુલ્હનની સ્પીચથી શરૂ થાય છે. વીડિયોમાં વરરાજા એક ખુરશી પર બેઠેલો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કપલ ડાન્સ કરવાની તૈયારી કરે છે. પરંતુ એક વાળંદે આવીને અચાનક જ વરરાજાના વાળ કાપવાનું શરૂ કરી દીધુ. જ્યારે ઉપસ્થિત મહેમાન આ જોઇને ચોંકી ઉઠ્યા ત્યારે દુલ્હને ખુલાસો કર્યો કે તેની માતા કેન્સર સામે જંગ લડી રહી છે અને તેમને સપોર્ટ કરવા બંનેએ આ પગલું ભરવાનું નક્કી કર્યું.