Not Set/ મંદિર તોડવાના મામલે પાકિસ્તાન સુપ્રીમમાં આજે થશે સુનાવણી

કટ્ટરપંથીઓએ  મંદિરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે

World
તોડફોડ મંદિર તોડવાના મામલે પાકિસ્તાન સુપ્રીમમાં આજે થશે સુનાવણી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કટ્ટરપંથીઓ  લાકડીઓ સાથે મંદિરમાં પ્રવેશીયા હતા. ટોળાએ મંદિરની અંદર તોડફોડ કરી અને મંદિરના કાચ પણ તોડી નાખ્યા, જેની પાછળ મૂર્તિઓ હતી.પાકિસ્તાનમાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. મામલો પંજાબ પ્રાંતના સાદિકાબાદ જિલ્લાના ભોંગ શરીફ ગામનો છે, જ્યાં બુધવારે સાંજે સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ આ ઘટનાની સુઓ મોટો દાખલ કરીને નોંધ લીધી છે.  આ ઘટના મામલે  6 ઓગસ્ટે સુનાવણી માટે આ મામલો કોર્ટ સમક્ષ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

અસમાજિક તત્વો  લાકડીઓ સાથે મંદિરમાં પ્રવેશીયા હતા  અને તોડફોડ શરૂ કરી હતી . બેકાબૂ ટોળાએ મંદિરના કાચ પણ તોડી નાખ્યા, જેની પાછળ મૂર્તિઓ રાખવામાં આવી હતી.કટ્ટરપંથીઓએ  મંદિરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગુલઝાર અહમદે હિન્દુ મંદિર પર થયેલા હુમલાની જાતે નોંધ લીધી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટોચના ન્યાયાધીશે ઘટનાની નોંધ લીધી જ્યારે, પાકિસ્તાનમાં હિન્દુ પરિષદના સંરક્ષક ડો.રમેશ કુમાર વાંકવાણીએ ગુરુવારે ઇસ્લામાબાદમાં તેમની સાથે આ અંગે ચર્ચા કરી.

સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ચીફ જસ્ટિસે આ ઘટનાને દુ:ખદ ગણાવીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મામલાને 6 ઓગસ્ટે ઇસ્લામાબાદમાં સુનાવણી કરશે. પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષકને પણ કેસના રિપોર્ટ સાથે સુનાવણીમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડો.વાંકવાણીને પણ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. , વડા પ્રધાન ઇમરાન ખાને એક ટ્વીટમાં મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે.