વિસ્મય શાહ દારૂની મહેફિલ માળવાના કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બચાવ પક્ષ તરફથી એવી રજૂઆત થઇ હતી કે તેમના અસીલે પ્રાઇવેટ મકાનમાં બેસીને દારૂનું સેવન કર્યો હતો. જયારે દારૂ પીધા બાદ કોઈ અસામાજિક પ્રવુતિ કરી નહતી. જેથી તેમનો ગુનો જામીન પાત્ર ગુનો છે અને વિસ્મયને જામીન મળવા જોઈએ. કોર્ટે બચાવ પક્ષની દલીલો સાંભળીને એવું હુકમ આપ્યો હતો વર્ષ ૨૦૧૧ માં થયેલા હિટ એન્ડ રન કેસમાં સુપ્રીમ કોર્ટે વિસ્મયના જામીન મંજુર કર્યા હતા . અને તે વખતે જે બોન્ડ વિસ્મય દ્વારા ભરવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ત્યારબાદ જ કોર્ટ નક્કી કરશે કે વિસ્મયને જામીન આપવા કે નહિ.
ઉલ્લેખનીય છે કે અડાલજ માંથી દારૂની મહેફિલ માણતા છ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૧ માં થયેલા હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ તેમજ બે મહિલા સહીત કુલ ૬ આરોપીઓ હતા. જે મામલે નીચલી કોર્ટમાં થયેલી આરોપીઓની જામીન અરજીને કોર્ટે ફગાવી મૂકી હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ત્રણ જુદા જુદા જજોએ નોટ બીફોર મી કર્યા બાદ ચોથા જજ એ.વાય કોગજેની કોર્ટે વિસ્મયને બાદ કરતા તમામને જામીન પર મુક્ત કર્યા હતા. અને વિસ્મયને વચગાળાના જામીન આપીને થોડી રાહત આપી હતી. જોકે , વિસ્મયે રેગ્યુલર જામીન કરી હતી. જેની પર હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આગામી દિવસોમા કોર્ટ ચુકાદો આપી શકે છે.
પ્રોહિબિશનના ગુનામાં જામીન લેવા માટે વિસ્મયની કોશિશો ચાલુ હાઇકોર્ટમાં વધુ સુનાવણી ૬ ફેબ્રુઆરીએ
