સરકારી ઓઈલ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ જાહેર કર્યા છે. આજે (3 નવેમ્બર, 2021) તેલ કંપનીઓએ સામાન્ય માણસને રાહત આપી છે. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ રોજેરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઇ વધારો કરવામા આવ્યો નથી.
આ પણ વાંચો – Festival / બેંકમાં કામ છે તો જોવી પડશે રાહ, આટલા દિવસો સુધી રહેશે બંધ
દેશમાં ઈંધણનાં ભાવમાં અવિરત વધારાએ સામાન્ય માણસ માટે તહેવારોની સીઝનની મજા ચોક્કસપણે ઓછી કરી દીધી છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત 30 થી 35 પૈસાનો વધારો કર્યો છે. જોકે, બુધવારે (03 નવેમ્બર, 2021) કિંમતમાં બ્રેક લાગી હતી. સતત સાત દિવસથી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે મંગળવારે ડીઝલનાં ભાવમાં વધારો થયો ન હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા બુધવારે સવારે જાહેર કરાયેલા રેટ લિસ્ટ મુજબ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ વધારો થયો નથી. જ્યારે, મંગળવારે IOCL દ્વારા પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘું કરવામાં આવ્યું હતું, જ્યારે ડીઝલની કિંમતો યથાવત રહી હતી. 35 પૈસાનાં વધારા બાદ રાજધાની દિલ્હીમાં મંગળવારે એક લીટર પેટ્રોલ 110.04 રૂપિયામાં મળી રહ્યું હતું, જે બુધવારે યથાવત રહેશે. જ્યારે ડીઝલ સોમવારે 98.42 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી ઈંધણનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
Price of petrol & diesel in #Delhi at Rs 110.04 per litre & Rs 98.42 per litre respectively today (same as yesterday)
Petrol & diesel prices per litre- Rs 115.85 & Rs 106.62 in #Mumbai; Rs 110.49 & Rs 101.56 in #Kolkata; Rs 106.66 & Rs 102.59 in #Chennai respectively pic.twitter.com/7NpoDgeS1V
— ANI (@ANI) November 3, 2021
આ પણ વાંચો – Festival / લો બોલો! ધનતેરસ નિમિત્તે દેશભરમાં લોકોએ 75 હજાર કરોડનાં ખરીદ્યા સોનાનાં આભૂષણો
નવેમ્બરનાં ત્રીજા ટ્રેડિંગ દિવસે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સામાન્ય માણસને સામાન્ય રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈંધણનાં આસમાની કિંમતોને કારણે દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. પરંતુ, ડીઝલનાં વધતા ભાવથી દેશમાં મોંઘવારી વધી છે, જેની અસર સામાન્ય માણસ પર પડી રહી છે. ઈંધણનાં ભાવમાં વધારાની પ્રક્રિયા 24મી સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી, જે અત્યાર સુધી ચાલુ છે. પૂરા ઓક્ટોબર મહિનામાં પેટ્રોલનાં ભાવમાં કુલ 24 થી 25 દિવસ સુધી વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ બન્નેની કિંમત લગભગ 8 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
