Ahmedabad News/ ખ્યાતી હોસ્પિટલના મહાઠગ કાર્તિક પટેલે જમીન હડપવા કરેલા કાવતરાનો પર્દાફાશ

સાંતેજ પાર્કલેન્ડની 5.51 લાખ ચો.નીમાંથી 54 હજાર ચો.ની જમીન ગાયબ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ખ્યાતી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની ઓથ લઈને અનેક લોકોના ઓપરેશન કરીને કૌભાંડ કરનારા મહાઠગ કાર્તિક જશુભાી પટેલે જમીન હડપવા કરેલા કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં સાંતે જ પાર્કલેન્ડ સોસાયટીની જમીનનું દસ સોસાયટીમાં વિભાજન કરી નાંખીને કાર્તિક પટેલ અને તેના સાગરીતોએ 54 હજાર ચોમીની જમીન ગાયબ કરી નાંખી હતી. આ મુદ્દો બહાર આવતા જમીન વેચી દીધાનો જવાબ રજૂ કરાયો હતો. પરંતુ જમીન વેચી તો તેની આવક ક્યાં ગઈ તેનો કોઈ જવાબ નથી. છેલ્લા દસ વર્ષના ઓડિટ રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ નથી.

આમ કાર્તિક પટેલે પાર્કલેન્ડ એવન્યુની 5.51 લાખ ચોમી જમીનનું વિભાજન કરી નાંખ્યું હતુંખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલે તેના મળતીયા ડોક્ટરોએ આ કૌભાંડ કરીને ખોટા ઓપરેશનો કરીને અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકી દીધા હતા. જેમાં કેટલાક દર્દીના મોત પણ થયા હતા. પાર્કલેન્ડ સોસાયટીની જમીનની વાત કરીએ તો કાર્તિક પટેલે પાર્કલેન્ડ હાઉસિંગ સોસાયટીની મંડળીમાં 583 સભ્યો હતો. કાર્તિક પટેલે 2010માં એન્ટ્રી મંડળીના વહીવટકર્તા તરીકે એન્ટ્રી લીધી હતી. બાદમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી રાતોરાત બદલાઈ ગયા હતા. બાદમાં જમીન હડપવાની શરૂઆત થઈ હતી.

બીજીતરફ પાર્કલેન્ડ સોસાયટી મંડળીના સભ્યએ ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ હતી. જેમાં કાર્તિક પટેલે પાર્કલેન્ડ જમીનનું દસ સોસાયટીમાં વિભાજન કરવાનો નિર્ણય લીદો હતો. બાદમાં સભ્યોની મિટીંગ કરીને ઠરાવ પસાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. જેમાં ઠરાવમાં હાજર રહેનાર સભ્યોના નામ અને સહીઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. તપાસ કરતા પાર્લેન્ડ સોસાયટીની મંડળીની જમીન 5,51,675 ચો.ની. હતી. જેમાં દલ સોસાયટીમાં વિભાજન થતા 4,96,289 ચો.મી જમીન વિભાજનમાં હોવાનું લ્પષ્ટ થયું હતું. આમ બાકીની 55,386 ચો.મી.જમીન આરોપીઓે ગાયબ કરી દીધી હતી.

આ બાબતે સભ્યોએ જમીનની ઉટાપત અંગે રજૂઆત કરતા કાર્તિક અને તેના સાગરીતોએ જમીન વેચાણે કરી હોવાનો જવાબ આપ્યો હતો. જેમાં ઓડિટ મેમો તપાસ કરાતા છેલ્લા દસ વર્ષના મંડળીના ઓડિટ મેમોમાં વેચાણ કરેલી જમીનની આવક જમા લેવામાં આવી ન હોવાનું જણાયું હતું. આમ કાર્તિક અને તેના સાથીદારો જમીન કે રૂપિયા હજમ કરી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ પ્રકારે કાર્તિક અને તેના સાગરીતોએ કરોજોનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આ મામલે મહેસુલ અધિકારીઓના પેટનું પાણ પણ હાલતું નથી તે મુદ્દે સવાલો ઉભા થયા છે.


 

આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો

આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો