Kutch/ ગાય કોઈ વિસ્ફોટક પ્રદાર્થ આરોગવા ગઈ અને ફૂટ્યો, જડબામાંથી માંસ અને લોહી નિકળી આવ્યું

કોઈ અજાણ્યા ઈસમે ખેતરમાં પદાર્થ જમીનમાં દાટી રાખ્યો હતો. ગાય ચરતા ચરતા તે પદાર્થ ખાઈ જતાં મોઢામાં તે ફુટતાં ગાયના મોઢામાંથી માંસ અને લોહી નિકળી આવ્યા હતા.

Gujarat Others

અબડાસા તાલુકાના રાપરગઢ ગામે આવેલા ખેતરમાં ચકચારી ઘટના બનવા પામી છે. ખેતરમાં ગાય ચરિયાણ ચરતી હતી, ત્યારે કોઈ ઈસમે જાણીબુજીને છુપાવેલો પદાર્થ ગાય આરોગી જતાં ગાયના મોઢામાં ફુટ્યો હતો. જેના કારણે ગંભીર રીતે ગાય ઘવાઈ હતી.

જખૌ પોલીસ સ્ટેશનમાં રાપરગઢ ગૌશાળાના મેનેજર વિપુલભાઈ શિવજીભાઈ શાહે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બપોરે સવા ચાર વાગ્યાના અરસામાં આ ઘટના બની છે. કોઈ અજાણ્યા ઈસમે ખેતરમાં પદાર્થ જમીનમાં દાટી રાખ્યો હતો. ગાય ચરતા ચરતા તે પદાર્થ ખાઈ જતાં મોઢામાં તે ફુટતાં ગાયના મોઢામાંથી માંસ અને લોહી નિકળી આવ્યા હતા. ગાયની જીદંગી જોખમમાં મુકી ગાયને નુકસાન પહોંચાડવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ બનાવમાં વિસ્ફોટક પ્રદાર્થ શું હતો તે સહિતની વિગતો તપાસી રહી છે.

રશિયા યુકેરિન યુદ્ધને કારણે વિશ્વના અબજોપતિને લાગ્યો અબજોનો ચૂનો, જાણો કોને કેટલું થયું નુકસાન

રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો

રશિયા-યુક્રેન યુદ્ધ: આગ, ધુમાડો, વિસ્ફોટ અને વિનાશ… રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં તબાહીના દ્રશ્ય, જુઓ ફોટો