Not Set/ Video: ધનસુરામાં પોલીસની દેશી દારૂની ભઠ્ઠીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક

અરવલ્લી, ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે પોલીસ દ્રારા આમતો છાસવારે એકાદ બે કેસ તો દેશી-વિદેશી દારૂના કેસ પણ કરવામાં આવે છે. તેમ છતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂની હાટડી અને અડ્ડાઓ ધમધમી રહ્યાનું ચર્ચાસ્પદ છે. ત્યારે ધનસુરા પોલીસનું દેશી દારૂ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરતા બુટલેગરની પૂછડીએ આગ લાગી હોય તેમ રફુચક્કર થઈ ગયા. […]

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે પોલીસ દ્રારા આમતો છાસવારે એકાદ બે કેસ તો દેશી-વિદેશી દારૂના કેસ પણ કરવામાં આવે છે. તેમ છતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂની હાટડી અને અડ્ડાઓ ધમધમી રહ્યાનું ચર્ચાસ્પદ છે. ત્યારે ધનસુરા પોલીસનું દેશી દારૂ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરતા બુટલેગરની પૂછડીએ આગ લાગી હોય તેમ રફુચક્કર થઈ ગયા.

અરવલ્લીના ધનસુરામાં પોલીસે દેશી દારૂના હબ સેન્ટર ગણાતા એવા કનાલ ગામે પોલીસે રેડ કરી હતી. જ્યાં દેશી દારૂ બનાવવાની 5 ભઠ્ઠીઓ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસની રેડ જોઈ બુટલેગરો ફરાર થઈ ગયા હતા.  પોલીસે 15 હજારથી વધુના મુદ્દામાલનો નાશ કર્યો હતો અને બુટલેગરોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.