Kheda News: ખેડાના મહુધામાં કાચા રસ્તા પરથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી. મહુધાના ધંધોડીના કાચા રસ્તા પરથી લોકો એક શખ્સની અંતિ યાત્રા કાઢવા મજબૂર થયા. સામાન્ય દિવસોમાં પણ ધંધોડીથી ધંધોડીથી રુદણ જતો ટીમલીનો રસ્તો વધુ બિસ્માર હાલતમાં છે. જયારે હાલ ચોમાસાની સિઝન છે ત્યારે વરસાદના કારણે આ રસ્તો કાદવ-કીચડથી ભરેલો બન્યો છે.
ધંધોડી વિસ્તારમાં અંદાજે 20 પરિવાર રહે છે. આ પરિવારના એક શખ્સનું મૃત્યુ થતા તેમની અંતિમ યાત્રા માટે એમ્બુલન્સ પણ બોલાવી શકાય તેવી સ્થિતિ નથી. વિકાસની ગુલબાંગો જ પોકારાય છે પરંતુ સ્થિતિ એટલી ખરાબ છે કે માણસને મૃત્યુ પછી પણ શાંતિ નસીબ થતી નથી. મૃત્યુ બાદ પણ માણસની અંતિમયાત્રા વધુ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યા બાદ જ અંતિમ મુકામ તેવા સ્મશાન સ્થાન પર પંહોચે છે. ધંધોડી ગામમાં વિકાસની વાતો માત્ર કાગળ પર છે.
ગુજરાત વિકસિત થયું છે પરંતુ ખેડા જિલ્લો હજુ પણ વિકાસથી વેગળો છે. અગાઉ ખેડા જિલ્લાના નડિયાદમાં ગળાડૂબ પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા મજબૂર થયા હતા. ભગવાનપુરા ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું પરંતુ ગામથી સ્મશાન જવાનો રસ્તો વધુ ખરાબ હોવાના કારણે લોકોમાં ગળાડૂબ પાણીમાં પસાર થતા એ વ્યક્તિની અંતિમયાત્રા કાઢી હતી.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો