Cricket/ ટીમ ઈન્ડિયાને જે ક્રિકેટર્સની શોધ હતી તે આખરે મળી ગયો! જોડાઇ શકે છે ટીમમાં

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને પોતાની રણનીતિ પર નવી રીતે વિચાર કરવાની ફરજ પડી રહી છે. તેની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ODI અને T20 સીરીઝથી થઈ શકે છે.

Sports
Team India

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને પોતાની રણનીતિ પર નવી રીતે વિચાર કરવાની ફરજ પડી રહી છે. તેની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ODI અને T20 સીરીઝથી થઈ શકે છે. મિડલ ઓર્ડર બેટ્સમેન અને ઓલરાઉન્ડરની શોધ ચાલી રહી છે, હવે બે નામ સામે આવ્યા છે જે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે.

આ પણ વાંચો – OMG! / ખતરનાક બાઉંસરથી આન્દ્રે ફ્લેચરને ગર્દનમાં થઇ ઈજા, હોસ્પિટલમાં દાખલ કરાયો, Video

રિપોર્ટ્સ અનુસાર, ઋષિ ધવન અને શાહરૂખ ખાનને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે, તેથી બંનેને વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ માટે અજમાવી શકાય છે. માનવામાં આવે છે કે, ઋષિ ધવનને ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે જ્યારે શાહરૂખ ખાનને T20 ટીમમાં ફિનિશરની ભૂમિકા મળી શકે છે. શાહરૂખ ખાને તેની ટીમ તમિલનાડુને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતવામાં મદદ કરી અને સિક્સર વડે ફાઇનલમાં જીત મેળવી. જ્યારે હિમાચલ પ્રદેશે ઋષિ ધવનની કેપ્ટન્સીમાં વિજય હજારે ટ્રોફી જીતી હતી. વિજય હજારે ટ્રોફીમાં ઋષિ ધવને 458 રન બનાવ્યા હતા અને 17 વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો – પ્રભાવશાળી ક્રિકેટર / ICC T20 મહિલા રેન્કિંગનાં શીર્ષ સ્થાને ભારતની ઓપનર શેફાલી વર્માએ મેળવી જગ્યા

ટીમ ઈન્ડિયાએ હાલમાં જ વેંકટેશ અય્યરને સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તક આપી હતી, પરંતુ તેણે કોઈ ખાસ છાપ છોડી ન હોતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે વેંકટેશ અય્યરને હાલમાં T20 ટીમ સુધી સીમિત કરી શકાય છે. રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમારને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં પડતા મુકવામાં આવી શકે છે.