કચ્છ પર દરેક દાયકામાં કંઈને કંઈ નવી મુસીબત આવે છે Kutch-Cyclone અને તે કચ્છને તારાજ કરતી જાય છે. કચ્છમાં હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલા કચ્છમાં 9 જુન 1998ના રોજ કંડલા ખાતે વિનાશક વાવાઝોડું ત્રાટક્યુ હતુ, તેમા મોટાપાયા પર જાનમાલનું નુકસાન થયું હતું. આ વાવાઝોડામાં અનેકના મોત થયા હતા. કચ્છની સંપત્તિને અબજોનું નુકસાન થયું હતું. આ વાવાઝોડાના લીધે કચ્છમાં 40 હજાર જેટલા વીજ થાંભલા નાશ પામ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં ટ્રાન્સફોર્મરોને નુકસાન થતા લાંબા સમય સુધી વીજપુરવઠો ચાલુ થઈ શક્યો ન હતો.
કંડલા પોર્ટને જ કરોડો રૂપિયાનું નુકસાન Kutch-Cyclone થયું હતું. મીઠા ઉદ્યોગને 150 કરોડથી વધુ રકમનું નુકસાન થયું હતું. ઓઇલ, કાર્ગો, ટ્રેન, વહાણ, બાર્જીસ અને વે-બ્રિજ નષ્ટ થયા હતા. તેની સાથે હજારો ટન ઘઉં, સેકંડો ટન ખાંડ તથા 11,000 ટન કરતાં વધારે તેલીબિયા નષ્ટ થયા હતા. કચ્છના બાગાયતી પાકને મોટાપાયે નુકસાન થયું હતું, ભચાઉના કાંઠાળ વિસ્તારમાં અનેક ઊંટ મૃત્યુ પામ્યા હતા. પાટા ધોવાઈ જવાથી રેલવે લાઇન અને ઇફકોને મોટાપાયે નુકસાન થયું હતું. આ બધામાંથી કચ્છ બેઠું થઈ રહ્યુ હતું અને જનજીવન થાળે પડી રહ્યુ હતું ત્યારે ફરીથી ત્રણ જ વર્ષના ટૂંકાગાળામાં આવેલા ભૂકંપે કચ્છમાં રીતસરની તારાજી વેરી હતી. આમ કચ્છ પર ફરીથી આફત તોળાઈ રહી છે ત્યારે કચ્છીઓને ફરીથી જૂની યાદો તાજી થી છે. તેમને જૂના સમયે થઈ હતી તેવી તારાજીનો ડર સતાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ બિપરજોય/ બિપરજોય વધારે તીવ્ર બન્યું, પ્રતિ કલાક 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ચિંતા
આ પણ વાંચોઃ અનોખું પગલું/ બેઝોસને બધાને ચકિત કર્યાઃ એમેઝોનનો એક શેર ખરીદ્યો
આ પણ વાંચોઃ પાયલોટ-ગેહલોત/ દૌસામાં રાજેશ પાયલોટનો ગેહલોત પર કટાક્ષઃ ‘દરેક ભૂલ સજા માંગે છે તેવું કોણે કહ્યું હતુ’
