વાવાઝોડાનું સિગ્નલ/ વાવાઝોડાના લીધે ગુજરાતના બંદરો પર સિગ્નલ-4 થયું, જાણે દરેક સિગ્નલનો અર્થ

બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાત માટે આફતજનક સમાચાર છે. એક સમયે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે તેમ મનાતું વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. તે ગુજરાતથી માંડ 300 કિ.મી. દૂર છે.

Gujarat

બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાત માટે Cyclone Signal આફતજનક સમાચાર છે. એક સમયે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે તેમ મનાતું વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. તે ગુજરાતથી માંડ 300 કિ.મી. દૂર છે. તેના પગલે દરિયામાં ત્રીસ-ત્રીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાની સપાટી પર પ્રતિ કલાક 150 કિ.મી. અને જમીન પર પ્રતિ કલાક 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવા લાગ્યો છે.

વાવાઝોડાને લઈને ગુજરાતના વિવિધ બંદરો પર ભયજનક સિગ્નલો લાગ્યા છે.  દરેક સિગ્નલનો જુદો-જુદો અર્થ થતો હોય છે. રાજ્યના કુલ સાત બંદરો પર ચારનું સિગ્નલ લગાવાયું છે. આ બંદરો પોરબંદર, ઓખા, નવલખી, માંડવી, મુંદ્રા અને જખૌ છે.  કુલ અગિયાર નંબર Cyclone Signal સુધીના સિગ્નલ લાગતા હોય છે. હાલમાં ગુજરાતમાં કેટલાય બંદરોએ વાવાઝોડાનું સિગ્નલ બેથી બદલીને ચાર કરવામાં આવ્યું છે. આ સિગ્નલ સાંકેતિક હોય છે. અહીં દરેક સિગ્નલનો અર્થ આપવામાં આવ્યો છે. વહાણ ચલાવનારાઓ આ સિગ્નલ પરથી તેનો અર્થ સમજી જાય છે.

સિગ્નલ-1 એ વાવાઝોડાને લઈને ચેતવણી Cyclone Signal આપે છે, જેનો અર્થ થાય છે હવા તોફાની અથવા સપાટાવાળી છે જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે
સિગ્નલ-2 એ વાવાઝોડા અંગે ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે વાવાઝોડું ઉદભવ્યું છે સિગ્નલ એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે
સિગ્નલ- 3 એ સાવચેતીની ચેતવણી આપે છે, સપાટાવાળા હોવાથી બંદર પર ભય રહ્યો હોવાનો સંકેત દર્શાવે છે,
સિગ્નલ- 4 એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે
સિગ્નલ- 5 એ ભયજનક પરિસ્થિતિ સૂચવે છે, જેનો Cyclone Signal અર્થ થાય છે કે વાવાઝોડાથી બંદર ભયમાં છે, પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કડક પગલાં લેવા જરૂરી છે

સિગ્નલ-6 એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે જેથી બંદરે ભારે તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
સિગ્નલ -7 એ ભયનો સંકેત દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે સાધારણ જોરવાળું વાવાઝોડું બંદરની ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે બંદર પર ભારે તોફાની હવાઓ અનુભવાય શકે છે
સિગ્નલ-8 એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે Cyclone Signal જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
સિંગલ-9 દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે
સિગ્નલ -10 મહાભયજનક પરિસ્થિતિ દર્શાવે છે જેનો અર્થ છે Cyclone Signal ભારે ચોરવાળું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે, જેનાથી બંદરને ભારે તોફાની હવાઓનું અનુભવ થઈ શકે છે
સિંગલ-11 જે ખૂબ જ ભયાવ પરિસ્થિતિ દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે તમામ પ્રકાર ના સંદેશા વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે, કોલાબા હવા ચેતવણી કેન્દ્ર સાથેના તાર વ્યવહાર ખોવાઈ ચૂક્યો છે, અને ખરાબ હવામાનનો ભય છે, સિગ્નલ નંબર ત્રણથી 11 દર્શાવે છે કે બંદર અને બંદરના વહાણો ભય છે.

 

આ પણ વાંચોઃ Kutch-Cyclone/ કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચોઃ બિપરજોય/ બિપરજોય વધારે તીવ્ર બન્યું, પ્રતિ કલાક 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ચિંતા

આ પણ વાંચોઃ અનોખું પગલું/ બેઝોસને બધાને ચકિત કર્યાઃ એમેઝોનનો એક શેર ખરીદ્યો