સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ બુધવારે સ્વદેશી ધોરણે વિકસિત ઓછા વજનવાળા આકાશ મિસાઇલ (આકાશ-એનજી), જે સપાટીથી હવાને મારવાવાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મેન-પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલને થર્મલ દૃષ્ટિથી સંકલિત મેન-પોર્ટેબલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી.
પરીક્ષણ દરમિયાન, મિસાઇલે તેના લક્ષ્યને નષ્ટ કરી દીધું હતું. આકાશ મિસાઇલનું ઓરિસ્સાના કાંઠેથી સંકલિત ટેસ્ટ રેંજ (આઇટીઆર) માંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ સીધા હુમલો મોડમાં લક્ષ્ય પર આવી અને તેનો નાશ કર્યો. આ સાથે ડીઆરડીઓએ કહ્યું કે, મિશનના તમામ ઉદ્દેશો પૂરા થયા છે. આ મિસાઇલની સફળતાપૂર્વક મહત્તમ રેન્જ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું છે.
નવી પેઢીની આકાશ મિસાઇલ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (ડીઆરડીએલ), હૈદરાબાદ દ્વારા અન્ય ડીઆરડીઓ પ્રયોગશાળાઓના સહયોગથી બનાવવામાં આવી છે. ભારતીય વાયુ સેનાના પ્રતિનિધિઓ દ્વારા પણ આ મિસાઇલની પરીક્ષણને નિહાળી હતી.તે ત્યાં મોજુદ હતા. મિસાઇલની ફ્લાઇટ સંબંધિત ડેટાના વિશ્લેષણ માટે આઇટીઆર દ્વારા ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, રડાર અને ટેલિમેટ્રી જેવા કેટલાક રેન્જ સ્ટેશનો તૈનાત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યારે આકાશને એરફોર્સમાં તૈનાત કરવામાં આવશે ત્યારે ભારતની હવામાં શક્તિ વધુ મજબૂત થશે. આ ટ્રાયલમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ (બીઇએલ) અને ભારત ડાયનામિક્સ લિમિટેડ (બીડીએલ) એ પણ ભાગ લીધો હતો.
