Not Set/ કોરોનાની વધુ એક દવાને મંજૂરી, DRDOની દવાથી ઓછી થશે ઓક્સિજનની જરૂરીયાત

કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે એક રાહતની ખબર આવી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની સારવાર માટે એક દવાને ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપી દીધી છે. આ દવા ડીઆરડીઓના ઇન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાયન્સેસ અને હૈદરાબાદ સેંટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીની સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને 2-deoxy-D-glucose (2-DG) નામ આપવામાં […]

Top Stories India

કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે એક રાહતની ખબર આવી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની સારવાર માટે એક દવાને ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપી દીધી છે. આ દવા ડીઆરડીઓના ઇન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાયન્સેસ અને હૈદરાબાદ સેંટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીની સાથે મળીને તૈયાર કરી છે.

આ દવાને 2-deoxy-D-glucose (2-DG) નામ આપવામાં આવ્યુ છે. અને તેના મેન્ફુફેક્ચરિંગની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીઝને આપવામાં આવી છે. દવાના ક્લિનિકલ ટ્રાયલ સફળ થયા છે. દાવો કરવામાં આવ્યો છે કે જે દર્દીઓ પર આ દવાનો ટ્રાયલ કરવામાં આવ્યો છે. તેમાં ઝડપથી રીકવરી જોવા મળી છે. તેની સાથે દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પણ ઓછી થઇ ગઇ છે. એવો પણ દાવો છે કે આ દવાના ઉપયોગથી દર્દીઓનો કોરોના રીપોર્ટ બાકીના દર્દીઓની સરખામણીમાં વધારે ઝડપથી નેગેટિવ થઇ રહ્યો છે. એટલે કે તેઓ ખુબ ઝડપથી સાજા થઇ રહયા છે.

ડીઆરડીઓ વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2020માં લેબમાં આ દવા પર પ્રયોગ કર્યો હતો. તેમાં ખબર પડી હતી કે આ દવા કોરોના વાયરસને રોકવામાં મદદ કરે છે. તેના આધાર પર DCGIએ મે 2020માં ફેઝ-IIમાં તેને ટ્રાયલની મંજૂરી આપી હતી.

ક્લિનિકલ ટ્રાયલમાં શું સામે આવ્યુ?
ફેઝ-II: દેશભરની હોસ્પિટલમાં આ દવાનું ટ્રાયલ કરવામાં આવ્યું. ફેઝ-IIIa ના ટ્રાયલ ૬ અને ફેઝ-IIbના ટ્રાયલ ૧૧ હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હતા. તેમાં ૧૧૦ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ ટ્રાયલ મેથી ઓક્ટોમ્બરની વચ્ચે કરવામાં આવ્યો.
પરિણામઃ જે દર્દીઓ પર દવાનો ટ્રાયલ કરવામાં આવ્યો તે બાકીના દર્દીઓની સરખામણીમાં કોરોનાથી ઝડપથી સાજા થયા. ટ્રાયલમાં સામેલ દર્દીઓ બીજા દર્દીઓની સરખામણીમાં 2.5 દિવસ પહેલાં સાજા થયા.

ફેઝ-III: ડિસેમ્બર 2020થી માર્ચ 2021ની વચ્ચે દેશભરમાં ૨૭ હોસ્પિટલોમાં ફેઝ-IIIના ટ્રાયલ થયા. આ વખતે ૨૨૦ દર્દીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા. આ ટ્રાયલ દિલ્હી, યુપી, બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંઘાણા, કર્ણાટક અને તામિલનાડુંમાં થયા.
પરિણામઃ જે લોકો પર 2-DG દવા આપવામાં આવી, તેમાંથી 42% દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ત્રીજા દિવસમાં પુરી થઇ ગઇ. પણ જેને દવા ન આપવામાં આવી તેવા 31% દર્દીઓને જ ઓક્સિજનની જરૂરીયાત ઓછી થઇ. એટલે કે દવાથી ઓક્સિજનની જરૂરીયાત ઓછી થઇ ગઇ. એક સારી વાત એ પણ રહી કે આ ટ્રેંડ ૬પ વર્ષથી ઉપરના વૃદ્ધોમાં પણ જોવા મળ્યો.

કેવી રીતે કામ કરે છે આ દવા?
આ દવા પાવડરના રૂપમાં આવે છે. જેને પાણીમાં ઓગાળીને લેવામાં આવે છે. આ દવા સંક્રમિત કોશિકાઓમાં જમા થઇ જાય છે. અને વાયરલ સિંથેસિસ અને એનર્જી પ્રોડક્શન કરીને વાયરસને વધતો રોકે છે. આ દવાની ખાસ વાત એ છે કે તે વાયરસથી સંક્રમિત કોશિકાઓને ઓળખી લે છે. આ દવા એવા સમયે વધારે અસરકારક સાબિત થઇ શકે છે જ્યારે દેશભરમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અને દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પડી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દવાને લીધે દર્દીઓને વધારે દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું નથી.