gujarat rain/ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

ગુજરાતમાં મેઘરાજા મોડી રાત્રિથી જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્ય વરસાદથી………….

Top Stories Gujarat Breaking News
Image 2024 07 01T082330.072 સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

Gujarat Weather News: ગુજરાતમાં મેઘરાજા મોડી રાત્રિથી જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્ય વરસાદથી ભીંજાઈ ગયું છે. અમરેલી, અમદાવાદ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતાં જગતનો તાત ખુશ થયો છે.

મધરાત્રિથી અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા પંથકમાં ચોમાસું જામ્યું છે. રોડ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયાં છે. લોકોને ગરમી અને ઉકળાટથી મુક્તિ મળી મળી છે. તેમજ વાતવરણ ટાઢું બોળ થયું છે. ગીર સોમનાથનાં ઉના તથા ગીરગઢડા તાલુકામાં વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યાં હતાં તેનો અંત આવ્યો છે. અમદાવાદમાં શહેરના તમામ વિસ્તારમાં મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી ધીમીધારે સતત વરસાદ વરસ્યો છે. શહેરીજનોને વરસાદના આગમનથી ગરમીથી ખૂબ જ રાહત મળી છે.

ગીરમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢમાં મોડી રાત્રિથી મુશળધાર વરસાદ થયો છે. જીલ્લાનાં માણાવદરમાં માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. વંથલીમાં પાંચ ઇંચ, ભેંસાણ, વિસાવદર અને મેંદરડામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો કેશોદ, માંગરોળ અને માળિયામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. કેશોદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાપીમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલ વરસાદનાં આંકડા- વલસાડ 4.4 ઇંચ, ધરમપુર 3.5 ઇંચ, વાપી 5.16 ઇંચ, ઉમરગામ 2 ઇંચ, પારડી 2 ઇંચ, કપરાડા 4.52 ઇંચ વરસાદ ખાબક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ