કૃષિ આંદોલન/ ખેડૂતોએ સરકારનાં વાટાઘાટ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો

કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ વાટાઘાટ કરવાના સરકારનાં પ્રસ્તાવને સ્વીકાર્યો છે….

India
zzas1 5 ખેડૂતોએ સરકારનાં વાટાઘાટ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો

કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ વાટાઘાટ કરવાના સરકારનાં પ્રસ્તાવને સ્વીકાર્યો છે. 40 ખેડૂત સંગઠનોનાં સંયુક્ત મોરચાએ શનિવારે સરકારને એક પત્ર લખીને, 29 ડિસેમ્બરે, એટલે કે, મંગળવારે સવારે 11 વાગ્યે તેની આગળની વાટાઘાટો યોજવાની દરખાસ્ત કરી છે.

ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે, ત્રણેય કાયદાને પરત લેવો આ બેઠક માટે તેમના કાર્યસૂચિમાં ટોચ પર છે. કેન્દ્ર સરકારની વાટાઘાટોનાં પ્રસ્તાવ અંગે ચર્ચા કરવા ખેડૂત સંગઠનોએ આજે ​​દિલ્હી-હરિયાણાની સિંઘુ સરહદ પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. બપોરે 3 વાગ્યે બેઠક શરૂ થઈ અને તેમાં સરકારની દરખાસ્ત સ્વીકારાઈ ગઇ છે. બેઠક પછી સ્વરાજ ઇન્ડિયાનાં અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ત્રણેય કાયદાને પાછો ખેંચવાનો માર્ગ અને લઘુતમ ટેકાનું મૂલ્ય (એમએસપી) ની કાયદેસરતાએ કાયદાનાં ખેડૂતોનો બે મુખ્ય એજન્ડા છે.

મીડિયા સાથે વાત કરતા ક્રાંતિકારી ખેડૂત સંઘનાં અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે, પંજાબ અને હરિયાણામાં ટોલ પ્લાઝા સંપૂર્ણ ખુલ્લા રહેશે અને 30 ડિસેમ્બરે ખેડૂતો સિંઘુ બોર્ડરથી ટ્રેક્ટર કૂચ યોજશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ સરકારનાં પ્રસ્તાવને એવા સમયે સ્વીકાર્યો છે કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં વિવિધ ભાગોનાં ખેડૂતો સાથે વાતચીત કરતા નવા કાયદાઓને ખેડૂત-મૈત્રીપૂર્ણ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવો કાયદો ખેડૂતોનાં ભલા માટે છે અને સરકાર આ કાયદાનાં વિરોધીઓ સાથે પણ વાત કરવા તૈયાર છે. આ દરમિયાન તેમણે આ મામલે વિપક્ષ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ ખેડૂતોની સામે દરખાસ્ત કરી હતી કે તેઓ નવા કૃષિ કાયદાઓને એક થી બે વર્ષ માટે પ્રયોગ રૂપે લાગુ કરવા દે અને જો તેઓને લાભ ન ​​મળે તો સરકાર તેમાં સુધારો કરશે. આપને જણાવી દઇએ કે, સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડ ઔપચારિક અને એકવાર અનૌપચારિક બેઠક યોજાઈ ચુકી છે. તેમ હોવા છતાં હજી સુધી ગતિરોધનું કોઈ સમાધાન નથી. સરકાર કાયદામાં સુધારણા કરવાની વાત કરી રહી છે, પરંતુ ખેડૂત સંગઠનો માંગ કરે છે કે ત્રણેય કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. ગયા સોમવારે પણ સરકારે વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું, જેને ખેડૂતોએ નકારી કાઠ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો