Not Set/ તહેવાર/ દિવાળીનાં પર્વનું ધર્મગ્રંથોમાં છે ઐતિહાસિક મહત્વ

દિવાળીનાં પર્વે આપણે ઘરનાં આંગણામા તો દીવા પ્રગટાવીએ છીએ સાથો સાથ મનમાં પણ ઈશ્વરને પામવાની ઝંખનાનો દીવો પ્રગટાવવો જેથી પ્રાપ્ત થાય માં લક્ષ્મીની કૃપા આવો જાણીએ આ મહાપર્વ વિશે ખાસ વાતો. ભારતીય કાલગણનાં અનુસાર ૧૪ મનુઓનો સમય સમાપ્ત થયો અને પ્રલય થયા પછી પુનનિર્માણ તથા સૃષ્ટિનો આરંભ દિવાળીનાં દિવસે થયો હતો. નવઆરંભનાં કારણે કારતક અમાસને […]

Top Stories Navratri 2022
Diwali 2019 તહેવાર/ દિવાળીનાં પર્વનું ધર્મગ્રંથોમાં છે ઐતિહાસિક મહત્વ

દિવાળીનાં પર્વે આપણે ઘરનાં આંગણામા તો દીવા પ્રગટાવીએ છીએ સાથો સાથ મનમાં પણ ઈશ્વરને પામવાની ઝંખનાનો દીવો પ્રગટાવવો જેથી પ્રાપ્ત થાય માં લક્ષ્મીની કૃપા આવો જાણીએ આ મહાપર્વ વિશે ખાસ વાતો. ભારતીય કાલગણનાં અનુસાર ૧૪ મનુઓનો સમય સમાપ્ત થયો અને પ્રલય થયા પછી પુનનિર્માણ તથા સૃષ્ટિનો આરંભ દિવાળીનાં દિવસે થયો હતો. નવઆરંભનાં કારણે કારતક અમાસને કાલરાત્રિ પણ કહેવાય છે.

એક માન્યતા અનુસાર માતા લક્ષ્મીજીનો જન્મદિવસ એટલે દિવાળી પણ કહેવાય છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી ધરતી પર આવે છે. આ રાત્રે જેની પર માતા લક્ષ્મીજીની કૃપા થાય છે તેનુ આખુ વર્ષ સુખમય જાય છે. ધન આગમન અને લાભનો સ્ત્રોત બની રહે છે. દિવાળીનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. આ પર્વને પોતાનું આગવું ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. જેના કારણે આ તહેવાર સામાન્ય તહેવાર ના રહીને સમગ્ર રાષ્ટ્રનો તહેવાર છે.

અનેક ધર્મગ્રંથોમા દિવાળીનુ ઐતિહાસિક મહત્વ જોવા મળે છે. ભગવાન વિષ્ણુ રાજાબલિની દાનશીલતા જોઇને પ્રભાવિત થયા હતા અને તેમને પાતાળ લોકનું રાજય આપ્યુ હતુ. સાથે સાથે એવુ આશ્વાસન આપ્યુ કે તમારી યાદમા ભૂલોકવાસીઓ હંમેશા દિવાળી મનાવશે. મહાપ્રતાપી અને દાનવીર રાજાએ ત્રણે લોક પર વિજય મેળવીને રાજા બલિ વરદાન પ્રાપ્ત કરીને અભિમાની અને અહંકારી બની ગયો. રાજાબલિનાં અત્યાચારને કારણે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે ભગવાને વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલિ પાસેથી પૃથ્વી દાનમાં માંગી. મહાપ્રતાપી રાજા બલિ ભગવાનની ચાલાકી સમજી ગયા હતા તેથી તેમણે પૃથ્વીનો ત્રીજો ભાગ દાનમાં આપ્યો. ત્રેતાયુગમાં ભગવાન રામ રાવણને મારીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેમના આગમનથી અયોધ્યાવાસીઓ આનંદિત થયા અને દિપ સળગાવીને તેમનુ અયોધ્યામાં સ્વાગત કર્યુ હતુ. દિવાળીનો તહેવાર એટલે ચોપડા પૂજનનો દિવસ પણ મનાય છે. દિવાળી  એટલે દીપોઉત્સવ. દીપ એ જ્ઞાનનુ પ્રતિક છે માટે આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરી કરાય છે વૈભવ અને જ્ઞાનની કામના.

દિવાળીનાં દિવસે માતા લક્ષ્મીનું પૂજન કરવા માટે વિવિધ સામગ્રીનો ઉપયોગ થાય છે તેમાં કેટલીક વસ્તુઓ લક્ષ્મીજીને વધારે પ્રિય છે. તેનો ઉપયોગ કરવાથી લક્ષ્મીમાતાની કૃપા ‌આપણી ઉપર અવિરત પણે વરસતી રહે છે. લક્ષ્મી માતાનાં વસ્ત્રોમાં લાલ, ગુલાબી અને પીળા રંગનાં વસ્ત્રો માતાજીને વધારે પ્રિય છે. માતાજીને પુષ્પમાં ગુલાબ અને કમળ વધારે પ્રિય છે. ફળમાં નારિયેળનો પ્રસાદ કરી શકાય છે. સુગંધિત વસ્તુઓમાં ગુલાબ અને ચંદન માં લક્ષ્મીને  પ્રિય છે.  માતા ને રીઝવવા ચોખાનો પ્રસાદ ધરાવવામાં આવે છે દીપ પ્રગટ કરવા માટે ગાયનું ઘી, તલનું તેલ અને મગફળીનું તેલ વાપરવામા આવે છે. આ રીતે લક્ષ્મીમાતાની પૂજા માટેની સામગ્રી લઇને ચોખ્ખા આસન પર બેસી પૂજા કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.