Cricket/ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષાને અપાયું આખરી ઓપ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચ અને માર્ચ મહિનામાં યોજાનારી પાંચ જેટલી T 20 મેચ દરમ્યાન સુરક્ષાને લઈને પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ડીસીપી ઝોન 2 વિજય પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં 12 ડીસીપી, 30 એસીપી,  85 પી.આઈ, 249 પીએસઆઇ, 4393 હેડ કોન્સ્ટેબલ અને […]

Ahmedabad Gujarat
IMG 20210218 WA0050 મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષાને અપાયું આખરી ઓપ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચ અને માર્ચ મહિનામાં યોજાનારી પાંચ જેટલી T 20 મેચ દરમ્યાન સુરક્ષાને લઈને પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ડીસીપી ઝોન 2 વિજય પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં 12 ડીસીપી, 30 એસીપી,  85 પી.આઈ, 249 પીએસઆઇ, 4393 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસકર્મીઓ બંદોબસ્તના રહેશે.

 

ક્રિકેટ મેચ દરમિયાન  પ્રેક્ષકો માટે અમદા- પાર્કિંગ નામની એપ્લિકેશનથી પાર્કિંગ બૂક કરવવાનું રહેશે. મેચ જોવા આવનારા  લોકોએ પોતાનું વાહન બહાર ની સાઈડમાં જ પાર્ક કરવું પડશે. સ્ટેડિયમ ની નજીકમાં 27 જેટલા પાર્કિંગ પ્લોટ ફાળવવામાં છે. મોબાઈલ અને પાકીટ જ સ્ટેડિયમમાં લઇ જવા દેવામાં આવશે. ગેટ નંબર 1 અને 2માંથી જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. ગેટ પર અને રેમ્પ પાસે પણ બે વાર ફેસ સ્કેન કરી અને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા બાબતે પોલીસ અધિકારીએ તમામ માહિતી આપી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ