ગુરુવારે પુણેનાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં નવા પ્લાન્ટમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂનાં 5 કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં. જો કે, કેટલા લોકોનાં મોત થયા તેની સંપૂર્ણ માહિતી મળી નથી. હાલમાં, મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, આગને કારણે 5 લોકોનાં મોત નીપજ્યાં છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં અધ્યક્ષ, આદર પૂનાવાલાએ કેટલાક લોકોનાં મોત અંગે માહિતી આપી અને શોક વ્યક્ત કર્યો છે. આપને જણાવી દઈએ કે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ અકસ્માતમાં 5 મૃતકોનાં પરિવારને આર્થિક સહાય કરવાની વાત કરી છે. મૃતકનાં પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આદર પૂનાવાલાએ લખ્યું – અમને હમણા જ કંઇક ખરાબ અપડેટ્સ પ્રાપ્ત થયા છે. વધુ તપાસમાં, અમને જાણવા મળ્યું કે, દુર્ભાગ્યવશ ઘટનામાં કેટલાક લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોનાં પરિવારનાં સભ્યો પ્રત્યે અમને ભારે દુઃખ અને સંવેદના છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આગ બીસીજી રસી બિલ્ડિંગનાં બીજા માળે શરૂ થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જે કામદારો હોવાનુ સામે આવી રહ્યું છે. બનાવની તપાસ ચાલી રહી છે અને આશંકા છે કે વેલ્ડિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. જણાવી દઇએ કે, આ વિસ્તારમાં ઇન્સ્ટિટ્યૂટનો એક નવો પ્લાન્ટ છે. આ ઇન્સ્ટિટ્યૂટએ કોરોના રસી બનાવવાનું કામ પણ કર્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
