સફદરજંગ હોસ્પિટલની ઓપીડીના ચોથા માળે બહેન ચેન્જિંગ રૂમમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ સેનિટાઈઝરને આ ચેંજિંગ રૂમમાં રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ જલ્દીથી આગને કાબૂમાં લીધી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આજે બપોરે ઘટના સ્થળ પર હાજર હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજ્યપાલ રાજ્યનાં બંધારણીય વડા હોય એ ભૂતકાળમાં કોંગ્રેસ ભૂલ્યુ, પણ શું વર્તમાનમાં ભાજપને યાદ છે ?
Delhi: Fire broke out in the nursing room of Safdarjung Hospital due to a short-circuit earlier this afternoon. It was doused shortly. pic.twitter.com/K6AW59pfGW
— ANI (@ANI) January 14, 2021
ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાંચ મિનિટમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. કેસની ગંભીરતાને કારણે ફાયર વિભાગના કર્મચારીઓ આગના કારણની તલાસી લે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પાર્ક શોર્ટ સર્કિટને કારણે થઈ હતી, જેના કારણે નર્સોના ચેન્જિંગ રૂમમાં આગ લાગી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
